GSTV
Home » News » નવરાત્રીની પૂજા-અર્ચના માએ સ્વીકારી કે નહીં? આ સંકેતોથી જાણો

નવરાત્રીની પૂજા-અર્ચના માએ સ્વીકારી કે નહીં? આ સંકેતોથી જાણો

નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ દરમિયાન દરેક ઘરમાં માતાની પૂજા અર્ચના થાય છે. ભક્તો 9 દિવસ માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. નવરાત્રીની ધૂમ સાથે બજારોમાં દુર્ગા પૂજાની રોનક પણ જોવા મળે છે. હિંદૂ ધર્મમાં આ તહેવારને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. આ પાવન દિવસોમાં વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. લોકો ભક્તિભાવ સાથે માતાની ઉપાસના કરે છે. 

નવરાત્રીમાં ઠેરઠેર માતાના પંડાલ જોવા મળે છે. ઘરોમાં પણ ઘટસ્થાપના કરવામાં આવેલી હોય છે. આ પૂજામાં જ્વારા વાવવામાં આવે છે. કારણ કે તે વ્યક્તિની ભક્તિ અને પૂજા સફળ થઈ કે નહીં તેનો સંકેત કરે છે. 

પૂજા સફળ થયાના સંકેત

1. માન્યતાઓ અનુસાર જો જ્વારા અંકુરિત થાય અને તેનો રંગ સફેદ હોય તો તે શુભ સંકેત છે. આ સંકેત ઈશારો હોય છે કે તમારી પૂજા પૂર્ણ થઈ.

2. જો અંકુરિત જવ લીલા રંગના ઉગે તો તે સંકેત હોય છે કે ઘર પરીવારમાં ખુશહાલી છવાશે. વર્ષ ભર ઘરમાં ધનધાન્યની ખામી સર્જાશે નહીં અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. 

3. અંકુરિત જવ બે રંગના એટલે કે લીલા અને પીળા રંગના હોય તો તે સંકેત કરે છે કે તમે વર્ષભર દરેક કાર્યમાં સફળ થશો પરંતુ તેના માટે મહેનત વધારે કરવી પડશે. 

અશુભ સંકેત

1. જો જવ ઉગે નહીં તો સમજવું કે આગામી વર્ષ મુશ્કેલીઓ સાથે પસાર થશે. આ સંકેત જનહાનિ અને આફતોનો હોય છે. તેવામાં પરિવારમાં કોઈ સભ્યનું આકસ્મિક મોત પણ થઈ શકે છે. 

2. અંકુરિત જવ જો ધુંધળા રંગના ઉગે તો પરીવાર માટે તે શુભ સંકેત નથી. પરિવારમાં ક્લેશ, વિવાદ થઈ શકે છે.

3. અંકુરિત જવા જો કાળા રંગના થાય તો તે પણ અશુભ સંકેત છે. તેવામાં વર્ષભર આર્થિક સંકટ અને અછત સહન કરવી પડી શકે છે. 

Read Also

Related posts

અનેક રોગોમાં રામબાણ ઇલાજ છે સફેદ મરી, ફાયદા જાણીને દંગ રહી જશો

Bansari

દિવસે લેવામાં આવેલી ઉંઘની અસર હૃદય પર આવી રીતે પડે છે

Kaushik Bavishi

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!