GSTV
India News Trending

જેલમાં સજા કાપી રહેલા અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજોતસિંહ સિદ્ધુના પત્નીએ લખી ઈમોશનલ પોસ્ટ, લખવા પાછળનું છે મોટું કારણ

પંજાબ અમૃતસરના પૂર્વધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હાલ જેલમાં 1 વર્ષની સજા કાપી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ ગુરુવારે જણાવ્યું કે તેમને સ્ટેજ ટુ કેન્સર નિદાન થયું છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમણે ટ્વિટર પર આ માહિતી આપતા નવજોત સિંહ સિદ્ધુ માટે એક સંદેશ પણ લખ્યો, જે હાલમાં જેલમાં છે. નવજોત કૌર સિદ્ધુએ કહ્યું, “તે (નવજોત સિંહ સિદ્ધુ) એવા ગુના માટે જેલમાં છે જે તેમણે કર્યો નથી. આમાં સામેલ દરેકને માફ કરશો. બહાર રહેવું અને દરરોજ તમારી રાહ જોવી ખૂબ જ પીડાદાયક છે. કંઈક થયું છે, હું જાણું છું કે તે ખરાબ છે.

સિદ્ધુ

લખી આવી ઈમોશનલ ટ્વિટ

તમારી રાહ જોઇ, તમને વારંવાર ન્યાય ન મળતો જોયો. પરંતુ, સત્ય ખૂબ જ મજબૂત છે અને કળયુગ તમારી આકરી કસોટી કરે છે. માફ કરશો તમારા માટે વધારે રાહ જોઈ શકતી નથી કારણ કે આ સ્ટેજ ટુ આક્રમક કેન્સર છે. આજે ઓપરેશન થશે. તેમાં કોઈની ભૂલ નથી કારણ કે તે ભગવાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

થઈ છે 1 વર્ષની જેલની સજા

ઉલ્લેખનીય છે કે અમૃતસરના પૂર્વ ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ 1998ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. તે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમને ગયા વર્ષે 20 મેના રોજ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે પટિયાલા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV