GSTV
Home » News » ‘જે યુદ્ધમાં બાદશાહના જીવને જોખમ ન હોય, તેને યુદ્ધ નહીં રાજનીતિ કહેવાય’

‘જે યુદ્ધમાં બાદશાહના જીવને જોખમ ન હોય, તેને યુદ્ધ નહીં રાજનીતિ કહેવાય’

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિને જોઈને કોંગ્રેસ પાર્ટીના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ એક તાજુ ટ્વીટ કર્યું છે. નવજોત સિંહ સિદ્ધૂએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની પરિસ્થિતિને યુદ્ધ ઘોષિત કરતા પીએમ મોદી પર એક રીતે નિશાન સાધ્યું છે અને તેનો રાજનૈતિક ફાયદો ઉઠાવવાનો પણ આરોપ લગાવ્યો છે.

સિદ્ધૂએ જણાવ્યું કે, ‘જે યુદ્ધમાં બાદશાહના જીવને જોખમ ન હોય, તેને યુદ્ધ નહીં રાજનીતિ કહેવાય.’ તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા અને તેના બાદ પાકિસ્તાનની જમીન પર રહેતા જૈશના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ બન્ને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. જોકે, ભારતીય પાયલટ અભિનંદનની મુક્તીથી એવી આશા રાખવામાં આવી રહી છે કે બન્ને દેશોની વચ્ચે તણાવ ઓછો થઈ શકે છે.

શુક્રવારે નવજોત સિંહ સિદ્ધૂએ એક ટ્વીટ કર્યું અને તેમાં લખ્યું હતું કે, ‘જે યુદ્ધમાં બાદશાહના જીવને જોખમ ન હોય, તેને યુદ્ધ નહીં રાજનીતિ કહેવાય~ ચાણક્ય (Chanakya). ’ ત્યાંર બાદ નવજોત સિદ્ધૂએ અંગ્રેજીમાં પણ એક લાઈન લખી છે, જેનો મતલબ છે- યુદ્ધ એખ વિફલ સરકારનો આશ્રય છે, તમે પોતાના ખોખલા રાજનૈતિક ઉદ્દેશ્યો માટે કેટલા વધુ નિર્દોષ જીવન અને જવાનોનું બલિદાન કરશો.

Read Also

Related posts

દારૂના નશાનાં ધૂત થયેલા શિક્ષક સામે શિક્ષાણાધિકારીએ લીધો આ નિેર્ણય

Nilesh Jethva

આ મિસાઈલમેને મોત બાદ છોડી આ સંપતિ : 2500 પુસ્તક, 6 શર્ટ અને 4 પાયજામા

Bansari

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!