GSTV

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Last Updated on September 28, 2021 by Pravin Makwana

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર હોબાળો શરૂ થયો છે. જ્યાં પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, આ રાજીનામા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. મંગળવારે (આજે) નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે.

નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલી ચિઠ્ઠીમાં લખ્યુ છે કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં આંચ આવે તેની સાથે સમાધાન કરી શકુ નહીં. હું પંજાબના ભવિષ્યને લઈને કોઈ સમાધાન કરી શકું નહીં. એટલા માટે હું પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું.

નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું એટલા માટે પણ ચોંકાવનારૂ છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડે જ તેમને પ્રદેશ અધ્યક્ષ પદ માટે પસંદ કર્યા હતા. સાથે જ તેમની સાથે જ વિવાદનું કારણ કેપ્ટન અમરિંદર સિંહને પોતાનું પદ છોડવું પડ્યું હતું.

કેપ્ટન અમરિંદર સિંહે પોતાનું પદ છોડ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પણ હાલમાં જ જેવી રીતે પંજાબ કેબિનેટનું વિસ્તરણ થયું, તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નથી.

આ બાજૂ મુખ્યમંત્રી પદેથી હટાવેલા કેપ્ટન અમરિંદર અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતા

કેપ્ટન અમરીંદર સિંહ (Amarinder Singh) પોતાના દિલ્હી પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મહત્વની મુલાકાત કરી શકે છે. આને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આજ મહિને નવજોત સિંહ સિદ્ધૂની સાથે ચાલી રહેલા વિવાદ પછી અમરીંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે આ પછી ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા.

READ ALSO

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

અઘરું બાકી / પરીક્ષા હજુ તો લેવાઈ જ નથી ત્યાં તો પેપર લીક, વિદ્યાર્થીઓ આખું વર્ષ તૈયારી કરતા રહ્યાં અને અંતે….

Dhruv Brahmbhatt

Drugs Case: ચેટથી થયો ખુલાસો, આર્યને અનન્યાને આપ્યો ડ્રગ પેડલરનો નંબર, અભિનેત્રીએ કીધું કે હું ‘ડ્રગ્સ ટ્રાય કરવા ઈચ્છું છું’!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!