સિદ્ધુની હકાલપટ્ટી પહેલાંથી જ નક્કી હતી, 5 દિવસ પહેલાના આ Videoથી થયો મોટો ખુલાસો

પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થવા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલુ એક નિવેદન તેમની પર જ ભારે પડી ગયુ છે. પુલવામાં હુમલા પર સિદ્ધુએ કહ્યુ હતુ કે, આતંકવાદીઓનો કોઇ દેશ નથી હોતો. તેમણે મુઠ્ઠીભર લોકો માટે પૂરા દેશને જવાબદાર કેવી રીતે ગણી શકાય પ્રકારના નિવેદન આપ્યા હતા. જેના પગલે સિદ્ધુની હકાલપટ્ટી કરાઇ હતી તેવી ખબર મળી હતી.

જો કે હવે તેમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. નવજોત સિંહના શૉમાં નજરે ન પડવા અંગેનો સંકેત અર્ચના પુરણ સિંહનો એક વીડિયો આપી રહ્યો છે. આ વીડિયો અર્ચનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ વીડિયોમાં અર્ચના પૂરણ સિંહ ‘ધ કપિલ શર્મા શૉ’માં નવજોત સિંહ સિદ્ધુના રોલમાં જોવા મળી રહી છે. અર્ચનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહે છે કે, હેલ્લો ફ્રેન્ડ્ઝ, વેનિટી વેનમાં રાહ જોઇ રહી છું. ઘણાં વર્ષો બાદ ફરી એકવાર હું કપિલ સાથે તેના શૉ પર શુટ કરી રહી છું અને તેની ટીંમ સાથે પરત આવીને સારો અનુભવ થઇ રહ્યો છે. અહી કૃષ્ણા અભિષેક, કપિલ, ભારતી, કીકૂ જેવા સ્ટાર્સ અને બેક ટીમમાં રાઇટર સાથે કામ કરવાની ઉત્સુકતા વધુ છે. તો આ એપિસોડ જોવાનું ન ભુલતાં. જો કે તે નથી જાણતી કે આ એપિસોડ ક્યારે ઓનએર થશે. પરંતુ પરત આવીને મને ખૂબ ગમ્યુ.

જણાવી દઇ એ કે કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’મા સિદ્ધુની જગ્યાએ હવે, અર્ચના પૂરણ સિંહ નજર આવશે. ખુદ અર્ચનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે તેણે શૉના બે એપિસોડનું શુટિંગ કરી લીધું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter