GSTV
Home » News » ગંગાના લાલ બનીને આવ્યા હતા મોદી જશે રાફેલના દલાલ બનીને, કોંગ્રેસનાં નેતાનો પ્રહાર

ગંગાના લાલ બનીને આવ્યા હતા મોદી જશે રાફેલના દલાલ બનીને, કોંગ્રેસનાં નેતાનો પ્રહાર

બૉલીવુડમાં હીરો નંબર વન, બીવી નંબર વન અને કુલી નંબર વન ફિલ્મો બનેલી છે. ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીની નવી ફિલ્મ બનશે ફેંકૂ નંબર વન. મોદી 2014માં ગંગાના લાલ બનીને આવ્યા હતા મોદી, પરંતુ 2019માં રાફેલનાં દલાલ બનીને જશે. આ વાતો કોંગ્રેસના નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સુદધુએ પાટવા સાહેબમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યુ હતુ. તેમણે ભાજપ ઉપર હુમલો કરતાં કહ્યુ હતુકે, પ્રધાનમંત્રીમાં હિંમત હોય તો તે રાહુલ ગાંધી સાથે ખુલ્લી ચર્ચા કેમ કરતાં નથી. આ પડકારમાં જો મોદી જીતશે તો હું હંમેશા માટે રાજકારણ છોડી દઈશ.

ભાજપે જનતાને ઠગી છે. દેશનો વિકાસ અને રેલ હવે ભાજપનાં મુદ્દાઓમાંથી ગાયબ છે. ભાજપ હવે સૈનિકોના નામ પર મત માંગી રહી છે. દેશમાં ભાજપે ત્રણ મોદી આપ્યા છે. નીરવ મોદી, લલિત મોદી અને ત્રીજા અંબાણીનાં ખોળે બેઠેલાં નરેન્દ્ર મોદી. દેશને કાળા અંગ્રેજો પાસેથી આઝાદ કરાવવાનો છે. ભાજપના રાજમાં લોકતંત્ર ઉપર ભયતંત્ર હાવી છે. 56 ઈંચની છાતીથી દેશ ન ચાલે. આજે કાળા અંગ્રેજોએ દેશને જાત-પાત, મંદિરના નામ પર વહેંચી રહ્યા છે. તેમણે કહ્યુ હતુકે, સાંભળો મોદી.. ન રામ મળ્યા, ન રોજગાર મળ્યો, દરેક ગલીમાં મળ્યા તો બેરોજગાર મળ્યા.

2014 પહેલાં પણ ભારત દેશ હતો. તેમને તો એવું જ છેકે, માત્ર રેલવે સ્ટેશન અને ચા ની દુકાનો જ હતી. કોંગ્રેસનાં રાજમાં સોઈ થી લઈને અંતરિક્ષયાન બન્યા છે. ડેમ, IIM અને દેશ ત્રણ યુધ્ધ જીતી ચૂક્યો છે. જ્યારે ભાજપે 2014માં 342 સંકલ્પ કર્યા હતા. જેમાં ગંગાની સફાઈ, દરેક વર્ષે 2 કરોડ નોકરી, દરેકનાં ખાતામાં 15 લાખના વાયદો હતા. પીએમ કહેતા હતા ભાઈઓ-બહેનો ખેડૂતોની આવક બેગણી કરીશું, પણ મળ્યુ શું કશું જ નહીં.

READ ALSO

Related posts

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!