GSTV

પાકિસ્તાનમાં લાગ્યા પોસ્ટર્સ અને પંજાબનું રાજકારણ ગરમાયું, ભાજપે એજન્ટ તો પાકે ગણાવ્યો હિરો

Last Updated on November 6, 2019 by Karan

કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારંભમાં સામેલ થવા માટે પાકિસ્તાન જતાં પહેલાં પંજાબમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂની તસ્વીરવાળા પોસ્ટર્સ જોવા મળ્યા છે. આ પોસ્ટર્સમાં એક તરફ ઈમરાન ખાન અને બીજી બાજુ સિદ્ધૂની તસવીર લાગેલી છે. ત્યારે આ પોસ્ટર્સને લઈને પંજાબનું રાજકારણ ફરી ગરમાયું છે.

પોસ્ટર્સમાં બંનેને બતાવવામાં આવ્યા છે ‘સાચા હીરો’

સિદ્ધૂ અને ઈમરાનની તસવીરવાળા પોસ્ટર્સમાં બંનેને સાચા હીરો બતાવવામાં આવ્યા છે. ત્યારે આ પોસ્ટર્સને લઈને ભાજપે સિદ્ધૂને પાકિસ્તાનનો આઈએસઆઈ એજન્ટ ગણાવ્યો છે. જો કે તસવી ઝડપથી શેર થયા બાદ તેને હટાવવામાં આવ્યા છે. ભાજપના પ્રવકતા રાજેશ હનીએ કહ્યું કે અમૃતસરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે નવજોતસિંહ સિદ્ધૂના પોસ્ટર્સ લગાવવાની વાત ખોટી છે. કરતારપુર કોરિડોરનું ક્રેડિટ નવજોતસિંહ સિદ્ધૂને નહીં પણ કેન્દ્ર સરકારને જાય છે.

ભાજપે સિદ્ધૂને ગણાવ્યા આઈએસઆઈના એજન્ટ અને દેશદ્રોહી

ભાજપે સિદ્ધૂને આઈએસઆઈનો એજન્ટ અને દેશદ્રોહી ગણાવી તે આઈએસઆઈનો હાથો બનાવીને દેશનું વાતાવરણ ખરાબ કરે છે તેવા આક્ષેપો કર્યા છે. મળતી માહિતી મુજબ વેરકાના એક કોર્પોરેટર હરપાલ સિંહે આ પોસ્ટર્સ લગડાવ્યા છે. તેઓએ કહ્યું કે કરતારપુર કોરિડોર માટે પ્રયાસ કરનાર બંને નેતાઓને અભિનંદન આપવા માટે આ પોસ્ટર્સ લગડાવ્યા છે.

Read Also

Related posts

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!