નવીન પટનાયક સુરતમાં, સુરત અને ઓડિશાના નાગરિકો માટે કરશે મહત્વની જાહેરાત

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતના અમરોલી વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ ખાતે ઓડિશા મહોત્સવને ઓરિસ્સાના મુખ્ય પ્રધાન ખુલ્લો મુકશે. ત્યારે તેમના સુરત આગમન પૂર્વે જ તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.

મુખ્યપ્રધાન નવીન પટનાયક સુરત અને ઓડિશામાં વસતા ઓડિશા સમાજના નાગરિકો માટે મહત્વની જાહેરાત પણ કરવાના છે. ત્યારે ઓડિશાના રાજ્યસભાના સાંસદ પ્રશાંત નંદાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે જીએસટી અને નોટબંધીના કારણે સુરતના વેપાર-ઉદ્યોગ પર માઠી અસર પડી છે. આ મામલે ઓડીશા સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારને રજૂઆતો કરવામાં આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter