GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

દીદીને બંગાળમાં પછાડ્યા પણ આ રાજ્યનાં ગઢનાં કાંગરા ન ખેરવી શકી મોદી લહેર, આ સીએમે લીધા આજે શપથ

વિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયકે પાંચમી વાર શપથ ગ્રહણ કર્યા છે. ભુવનેશ્વરના IDCO મેદાનમાં નવીન પટનાયકની સાથે અન્ય પ્રધાનોએ પણ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીને કુલ 147 બેઠકમાંથી 112 બેઠક મળી છે.

જ્યારે રાજ્યમાં આક્રમક પ્રચાર કરનાર ભાજપને માત્ર 23 બેઠક મળી છે. નવીન પટનાયકે તેમના શપથ સમારોહમાં પીએમ મોદી તેમજ પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ કરતા પહેલા નવીન પટનાયકે મંગળવારે પુરીમાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને ભગવાન જગન્નાથની પૂજા કરી હતી.

મહત્વપૂર્ણ છે કે નવીન પટનાયક 2000, 2004, 2009 અને 2014મા ઓડિશાના સીએમ તરીકે 4 ટર્મ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે તેમણે પાંચમી વખત ઓડિશાની કમાન સંભાળી છે.

Read Also

Related posts

દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષની પોલીસે કરી ધરપકડ, લોકડાઉનમાં રાજધાટ પર પ્રદર્શન આદર્યું

Pravin Makwana

અમરનાથ યાત્રા 32 દિવસ ટૂંકાવી દેવા પાછળઆ રહ્યાં રહસ્યમય કારણો , યાત્રાનો માર્ગ પણ બદલી દેવાયો

Dilip Patel

મંદીમાં કાર વેચવા માટે કંપનીઓ ગ્રાહકનો બોજ લોન આ રીતે ઘટાડી રહી છે, સાવ સસ્તી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!