GSTV

નવસારી બસના ડ્રાઇવર અને નવા નિશાળીયા પ્રવીણ ધાંધલ વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ

નવસારી એસટી ડેપોમાં સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઈવર સામે સપરાધ માનવવધનો ગુનો દાખલ થયો છે. મૃતક ભદ્રા બહેનના પતિ દિપકભાઈએ ફરિયાદ નોધાવી છે. બસ અકસ્માતમાં બસ ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે. જેમાં બસનો ડ્રાઇવર પ્રવીણ ધાંધલ નવો નિશાળિયો હોવાનુ ખુલ્યુ છે. ડ્રાઇવર પ્રવીણ ધાંધલ 20 દિવસ અગાઉ જ બસ ડ્રાઇવર તરીકે નોકરીએ જોડાયો હતો.

બસ ચાલક પ્રવિણ ધાંધલ મૂળ અમરેલીના બાબરાના બીજડીયા ગામન વતની છે. પોલીસે ત્રણ ટીમો બનાવીને ડ્રાઈવરને ઝડપી પાડવા માટે પણ કવાયત હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાને લઈને નવસારી એસટી ડેપો મેનેજર પણ તપાસ રિપોર્ટ તૈયાર કરશે. અને તપાસ બાદ બસ ડ્રાઈવર પ્રવિણ ધાંધલને સસ્પેન્ડ કરવામાં આવે તેમ મનાય છે.

બસ ચાલક પ્રવિણ ધાંધલની ચાલુ મહિને જ નિમણુક કરવામાં આવી છે. અને તેણે ગત સાંજે બસ ડેપો પર સ્ટિયરિંગ પર કાબુ ન રાખતા બસ પ્લેટફોર્મ પર ચડાવી દીધી હતુ. અને બસની રાહ જોતા મુસાફરોને અડફેટે લીધા હતા. કનુ વેકરીયા, ભદ્રાબેન પટેલ અને વર્ષાબેન હળપતિના ઘટનાના સ્થળે જ મોત થયા જ્યારે મોનિકા પટેલને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા. પોતાની બેદરકારી બાદ ડ્રાઈવર ભાગી ગયો હતો. બીજીતરફ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા.

READ ALSO

Related posts

અજમાની અદભૂત ખેતી કરી સમગ્ર બોટાદમાં કાઠુ કાઢ્યું છે આ ખેડૂતે, સફળતાની કહાની વાંચી તમને પણ મળશે પ્રેરણા

Mayur

ગુજરાતના આ ખેડૂતે મિઝોરમથી મંગાવ્યું બીજ અને ખેતી કરતાં જ માલામાલ થઈ ગયા

Mayur

ભાવનગરમાં રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધા અને ખેલ પ્રધાન ઈશ્વર પરમારની હાજરીમાં જ લાઈટ ગુલ થઈ ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!