GSTV
Home » News » નવસારી : બોરસી માછીવાડી ગામે પાણી ભરવાની શરૂઆત

નવસારી : બોરસી માછીવાડી ગામે પાણી ભરવાની શરૂઆત

નવસારીના બોરસી માછીવાડ ગામે દરિયામાં આવેલી ભરતીના કારણે ગામમાં પાણી ભરવાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે અહીં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. હાલમાં અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના દિવાદાંડી ગામે માછીવાડ ગામ આવેલુ છે.

અહીં દરિયામાં મોટી ભરતી આવે કે ગ્રામજનોના શ્વાસ અદ્ધર થઈ જાય. અહીં ભરતીના કારણે ડર લાગે કે ક્યાંક દરિયો આખે આખા ગામને ગળી તો નહીં જાયને. અષાઢી બીજે આવેલી ભરતીને લીધે દરિયામાં 15 ફૂટ ઉંચા મોજા ઉઠયા.

અને દરિયાના પાણી સરહદો વટાવી ગામમાં ગરકાવ થઈ ગયા. અને લગભગ આખા ગામમાં ઢીંચણથી કેડ સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યારે ફરી આવી જ સ્થિતી સર્જાઇ છે.

Related posts

શામળાજીથી દર્શન કરીને પરત ફરતા લોકોને કાળ આંબી ગયો, ટ્રકે રિક્ષાને અડફેટે લેતા ચારના મોત, 6 ઘાયલ

Nilesh Jethva

26/11 હુમલામાં મોતને ભેટેલા કુબેર બોટના માલિકના પરિવારને વર્ષો બાદ મળી આટલી સહાય

Nilesh Jethva

નર્મદા જિલ્લામાં યોજાય છે અનોખો મેળો, પુરૂષો આવા વેશમાં આવે છે દર્શન કરવા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!