GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ચીન સામે 25 દેશો થયા એક : અહીં ચાલશે સૌથી મોટો નૌ સેના અભ્યાસ, ચીનની ફાટી પડશે

કોરોનાની મહામારી વચ્ચે ચીન સામે આક્રમક તેવર બતાવનાર અમેરિકાએ દુનિયાનો સૌથી મોટો યુધ્ધાભ્યાસ માટે તૈયારી કરી છે. દરિયામાં થનારી આ કવાયત માટે અમેરિકાએ ભારત સહિત દુનિયાની 25 નૌ સેનાઓને નિમંત્રણ આપ્યું છે અને મહત્વની વાત એ છે કે, આ દેશોની યાદીમાંથી અમેરિકાએ ચીનને બાકાત રાખ્યું છે.

17 થી 31 મે દરમિયાન થનારા યુધ્ધાભ્યાસમાં સામેલ દેશોની નૌસેનાઓ પરસ્પર સહયોગ અને તાલમેલના નવા પાઠ શીખશે. આ વખતે આ યુધ્ધાભ્યાસ માત્ર દરિયામાં થશે. સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે નૌસેનાના અધિકારીઓ અને સૈનિકો એક બીજાને મળવાનું ટાળશે.

જે 25 દેશોની નૌ સેનાઓને નિમંત્રણ અપાયું છે તેમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈઝરાયેલ, જાપાન, મલેશિયા, મેક્સિકો, દક્ષિણ કોરિયા, બ્રિટન જેવા શક્તિશાળી દેશોની નૌસેનાનો સમાવેશ થાય છે. ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે અમેરિકાએ ચીનને બાકાત કરી દીધું છે.

દુનિયાના જાણીતા રણનીતિકાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા  નિષ્ણાત એશલે જે.ટેલિસને આશંકા છે કે ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ ફેસ-ઓફ બે એશિયન દિગ્ગજની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષમાં તબ્દીલ થઇ શકે છે. ટેલિસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જે મને લાગી રહ્યું છે તે પ્રમાણે ભારતની સાથે સરહદ પર અલગ-અલગ ક્ષેત્રમાં જે થઇ રહ્યું છે તે નિશ્ચિત રીતે સ્થાનિક સ્તરે થયેલી કાર્યવાહી નથી.. કે જેને કોઇ ઉત્સાહી કમાન્ડરોએ ભડકાવ્યા હોય. તેમણે કહ્યું કે આ કાર્યવાહી એવો સેટ છે જે થિયેટર સ્તર પર મંજૂર કરવામાં આવ્યો હોય.. જો તેને થિયેટર સ્તરે મંજૂરી મળી હોય તો ફરજીયાત પણે બેઇજિંગના જનરલ સ્ટાફના સ્તરે પણ લીલીઝંડી બતાવવામાં આવી હોઇ શકે.

ભારત સાથે ઐતિહાસીક પરમાણૂ સમજૂતીમાં તત્કાલીન બુશ વહીવટી તંત્રને મદદ આપનારા ટેલિસનું માનવું છે કે ચીનની સાથે ડિપ્લોમેટીક વાતચીતમાં જોડાયેલા રહીને પણ નવી દિલ્હીએ ચીનની સાથે સંભવિત સૈન્ય સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઇએ ટેલિસે કહ્યું કે ભારત ચીનની વચ્ચે વાતચીત ચાલી રહી છે.  આ સ્પષ્ટ રીતે કોશિશ કી પહેલી પંક્તિ છે કે જેને અજમાવવી જોઇએ.. પરંતુ ભારતે ચોક્કસ સૈન્ય તૈયારીઓ પણ ચાલુ રાખવી જોઇએ. જેમાં સ્થિતિ વધુ ગંભીર થાય તો તેનું પૂર્વાનુમાન પણ સામેલ છે.. તેમણે લદ્દાખ વિસ્તારમાં ચીની સૈનિકોની મુવમેન્ટને ચીન તરફથી પોતાના લાભ માટે યથાસ્થિતિ બદલાવની સ્પષ્ટ પ્રયાસ હોવાની વાત કહી..

Related posts

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel

700+ની ક્લબમાં પહોંચ્યો લિયોનલ મેસ્સી, હવે પેલેના આ રેકોર્ડથી ફક્ત 13 ગોલ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!