શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ખાંસી અને શરદી જેવી સામાન્ય બીમારીઓ દરેકની પરેશાનીનું કારણ બની જાય છે. જોકે શિયાળામાં ખાંસી એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કફના કારણે વ્યક્તિને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત ઉધરસને કારણે આખી રાત બેસીને જ વિતાવવી પડે છે અને ગળામાં સતત દુઃખાવો થાય છે, જો તમે પણ આ બદલાતી ઋતુમાં ઉધરસથી પરેશાન છે તો કેટલાક પ્રાકૃતિક ઉપાયો છે જેને અપનાવીને તમે આસાનીથી કફ દૂર કરી શકો છો.

શિયાળામાં ઉધરસથી છુટકારો મેળવવાના 5 કુદરતી ઉપાયો
મધનું સેવન
આરોગ્ય માહિતી મુજબ, મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. શિયાળામાં ઉધરસથી છુટકારો મેળવવા માટે દિવસમાં બેથી ત્રણ ચમચી મધનું સેવન કરવાથી ગળાના મ્યુકસ અને કીટાણુઓનો નાશ થાય છે અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે.

ગરમ વરાળ લો
શિયાળામાં ઉધરસ થવાથી ગરમ વરાળ લેવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે અને શ્વાસની નળી ઠંડી અને ભેજવાળી રહે છે. વધું પડતી ઉધરસ હોય તો ફુદીનો અથવા આવશ્યક તેલ પણ ગરમ પાણીમાં ઉમેરી શકાય છે.
નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.
READ ALSO
- ન્યાયના દેવતા શનિદેવ શુભ હોય છે તો આવા શુભ સંકેતો આપે, વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે ક્ષણવારમાં
- Google પરના રૂ.1337 કરોડના દંડને NCLATએ યોગ્ય ઠેરવ્યો, 30 દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશ
- ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો
- મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના
- “સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત