GSTV

આમ આદમી માટે રાહતના સમાચાર: 1 એપ્રિલથી રાંધણ ગેસ-CNGના ભાવ 25 ટકા સુધી ઘટશે

વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં નરમાઇથી દેશમાં પણ તેના ભાવ ઘટવાની અપેક્ષા છે. કુદરતી ગેસના ભાવ એપ્રિલમાં 25 ટકા સુધી ઘટી શકે છે. સુત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં સીએનજી અને પીએનજી (રાંધણ ગેસ)ના ભાવમાં ઘટાડો થઇ શકે છે.

પહેલી એપ્રિલથી ઘટશે ભાવ

જાહેર ક્ષેત્રની ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ 1લી એપ્રિલથી છ મહિના સમયગાળા માટે ગેસના ભાવમાં ઘટાડો કરશે. જેથી કુદરતી ગેસના ભાવ લગભગ 25 ટકા જેટલા ઘટીને 2.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBTU)ના સ્તરે આવી જશે જે છેલ્લા અઢી વર્ષનો સૌથી નીચો અને છ મહિનામાં બીજો ભાવ ઘટાડો હશે.

અલબત હાલમાં આ ભાવ 3.23 ડોલર પ્રતિ યુનિટ છે. દેશમાં ઉત્પન્ન થતા ગેસમાં આ બંને કંપનીઓની મોટી હિસ્સેદારી છે. સુત્રોના મતે ડિફિકલ્ટ ફિલ્ડમાંથી ઉત્પન્ન ગેસના ભાવ પણ હાલના 8.43 ડોલરના સ્તરેથી ઘટાડીને 5.50 ડોલર પ્રતિ યુનિટે કરવામાં આવી શકે છે.

આ રીતે ભાવ થાય છે નક્કી

નોંધનીય છે કે, દેશમાં કુદરતી ગેસના ભાવની દર છ મહિને (1લી એપ્રિલ અને 1લી ઓક્ટોબરના રોજ) સમિક્ષા કરવામાં આવે છે. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર અને વીજ ઉત્પાદનમાં કરાય છે, સાથે જ તેનો ઉપયોગ વાહનોમાં ઇંધણ અને રાંધણ ગેસ તરીકે પણ થાય છે. કુદરતી ગેસના ભાવના આધારે યુરિયા, વીજળી અને સીએનજી, રાંધણગેસના ભાવ નક્કી થતા હોય છે.

કુદરતી ગેસના ભાવ ઉપર જ ઓએનજીસી જેવી કંપનીઓની ભાવ પણ નિર્ધારિત થાય છે. આ અગાઉ કુદરતી ગેસના ભાવમાં 1લી ઓક્ટોબરના રોજ 12.5 ટકાનો ઘટાડો કરાયો હતો. જે હેઠળ ભાવ 3.69 ડોલર પ્રતિ યુનિટથી ઘટાડીને 3.23 ડોલર થયો હતો. તો ડિફિકલ્ટ ફિલ્ડમાંથી ઉત્પન્ન ગેસની માટે પ્રાઇસ પણ 9.32 ડોલર પ્રતિ યુનિટથી ઘટાડીને 8.43 ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવી હતી.

ભાવ ઘટાડાથી ONGCની આવક પર અસર

સુત્રોનું કહેવું છે કે ભાવમાં ઘટાડાથી દેશની સૌથી મોટી ગેસ કંપની ઓએનજીસીની આવક ઉપર પ્રતિકુળ અસર થશે. તે ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની ભાગીદાર બીપી કંપનીની પણ આવક પ્રભાવિત થશે, જેણે બીજા તબક્કામાં ઇસ્ટર્ન ઓફશોર ફિલ્ડમાં કેજી-ડી6 બ્લોકમાં એક્સપ્લોરેશનથી 2020ના મધ્યથી ઉત્પાદનની યોજના બનાવી છે.

કુદરતી ગેસના ભાવમાં ઘટાડાથી ઓએનજીસી જેવી કંપનીની આવક ઘટી જશે પરંતુ તેનાથી સીએનજીના ભાવ પણ ઘટશે જેનો ઉપયોગ વાહનો અને ફેક્ટરીઓમાં ઇંધણ તરીકે થાય છે. સાથે જ ઘરોમાં પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવતો રાંધણગેસ અને ખાતર તથા પેટ્રો-કેમિકલનો ખર્ચ પણ ઘટી જશે. સુત્રોના મતાનુસાર ઓએનજીસીની ગેસ બિઝનેસમાંથી કમાણી લગભગ 3000 કરોડ રૂપિયા જેટલી ઘટીશે.

કુદરતી ગેસના ભાવમાં 1 ડોલર પ્રત યુનિટના ફેરફારથી ખાતરના ઉત્પાદન ખર્ચમાં લગભગ 1600થી 1800 ડોલર પ્રતિ ટન જેટલો ફેરફાર થાય છે. કિંમત ઘટવાથી સરકારની સબસિડીમાં વર્ષ 2020-21ના પ્રથમ છ માસિકગાળામાં 800 કરોડ રૂપિયાનો ઘટાડો આવશે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!