GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

BUDGET 2020 : જો પશુપાલનનો વ્યવસાય કરો છો અને આ જાતની તમારી પાસે છે ગાય, તો સરકારે ફાળવી છે મોટી રકમ

ગુજરાતનાં ખેડૂતો ગાયનું સંવર્ધન કરે અને પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર પ્રોત્સાહન આપશે, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે . હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની જાહેરાત કરાઈ છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક રૂ.900 એટલે કે વાર્ષિક રૂ.10,800 સહાય આપવામાં આવશે.

50 હજાર ખેડૂતોને મળશે લાભ

પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે . જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે રૂ.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે . ત્યારે સરકારે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આ યોજના શરૂ કરી છે.

ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે રૂ.32 કરોડની જોગવાઈ

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે રૂ.32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે , અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ રૂ.13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પાંજરાપોળ જેવી સંસ્થાઓને મદદરૂપ થવા 100 કરોડની જોગવાઈ

ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે. સારા નરસા વર્ષોમાં ગુજરાતની ગૌધનને બચાવવામાં આ સંસ્થાઓનું યોગદાન મોટું છે. આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્પ્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ રૂ.100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana

ચીનની દગાખોરી સામે ભારતની જનતામાં ભારોભાર આક્રોશ, કહ્યું યુદ્ધ થવુ જોઈએ

Mansi Patel

હોકી કેમ્પમાં કોરોનાનો પગપેસારો : ભારતીય કેપ્ટન મનપ્રીતસિંહ સહિત પાંચ ખેલાડીઓ થયા સંક્રમિત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!