GSTV

ગરમીમાં ટૅન થયેલા ચહેરા માટે કરો આ ઘરેલૂ ઉપચાર, સન ટૅનિંગની 10 મિનિટમાં કરશે છૂટ્ટી

દરેક ઈચ્છે છે તેમની સ્કિન હંમેશા હેલ્ધી અને ગ્લોઈંગ રહે, પરંતુ આગ ઝરતી ગરમી ચહેરાની સુંદરતા ખતમ કરી નાખે છે. ઉનાળાની ઋતુમાં સૌથી ખરાબ હાલત ચહેરાની થાય છે. ત્યારે ઉનાળાની ઋતુમાં સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી થઈ જાય છે. ઉનાળામાં સ્કિનની ગમે તેટલી સારસંભાળ રાખીએ તો પણ ટેનિંગને કારણે ચહેરાનો રંગ શ્યામ થઈ જાય છે. જેના માટે તમે ઘરેલુ ફેસ પેક અપનાવી શકો છો.

  • હળદર અને બેસનનો પૅક

સામગ્રી :

2 મોટા ચમચા બેસન

1 ચપટી હળદર

1 મોટો ચમચો ગુલાબ જળ

1 મોટો ચમચો દૂધ

બનાવવાની રીત:

દરેક સામગ્રીને મિક્સ કરી લો. આ પૅકને ફેસ પર લગાવીને 20 મિનીટ સુધી રાખી મુકો. પૅક સુકાયા બાદ પાણીથી ફૅસ ભીનો કરીને સ્ક્રબ કરીને ધોઈ નાખો.

  • એલોવેરા, મસૂર દાળ અને ટમેટા પૅક

સામગ્રી :

1 મોટી ચમચી મસૂરની દાળનો પાવડર

1 મોટી ચમચી ટામેટાનો રસ

1 ચમચી એલોવેરાનો રસ

બનાવવાની રીત:

મસૂરની દાળનો પાવડર, ટામેટાનો રસ અને એલોવેરાના રસને મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને અડધો કલાક સુધી રહેવા દો. બાદમાં ઠંડા પાણીથી ધોઈ નાખો. બેસ્ટ રિઝલ્ટ માટે આ પ્રોસેસને સપ્તાહમાં બે વાર કરો.

  • લીંબુનો રસ, કાકડી અને ગુલાબ જળ

સામગ્રી :

1 મોટી ચમચી લીંબુનો રસ

1 મોટી ચમચી કાકડીનો રસ

1 મોટી ચમચી ગુલાબજળ

બનાવવાની રીત:

આ બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. તેને ટેનિંગવાળી જગ્યા પર 12 મિનિટ માટે રાખો અને બાદમાં ધોઈ નાખો. આ પ્રોસેસ રોજ કરો.

READ ALSO

Related posts

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!