GSTV
India News ટોપ સ્ટોરી

પર્યાવરણનો પ્રહાર / જો ગ્લોબલ વોર્મિંગને નુકસાન ન થયું હોત આજે ભારતનું GDP આટલું હોત

ગમે તે દેશની સરકાર બજેટ બનાવે, તેમાં ગ્લોબલ વોર્મિંગથી થતાં નુકસાન માટે ખર્ચની જોગવાઈ કરવી જ પડે. ભારત જેવા વિકસી રહેલા દેશો ગ્લોબલ વોર્મિંગના કારણે મોટુ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. પર્યાવરણ પર કામ કરતી લંડન સ્થિત વૈશ્વિક એજન્સી ODIએ રિપોર્ટ આપ્યો છે કે છેલ્લા દાયકામાં ભારતને માત્ર પુર આવવાથી 3 અબજ ડોલર (અંદાજે 220 અબજ રૃપિયા)નું નુકસાન થયું છે.

નિસર્ગ વાવાઝોડા GDP

વર્ષ 2020માં બંગાળના કાંઠે ત્રાટકેલા વાવાઝોડા એમ્ફાનથી સવા કરોડ લોકોને અસર થઈ હતી. જ્યારે 13 અબજ ડોલર જેટલું નુકસાન થયું હતું. ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારોને દરેક કુદરતી આફત વખતે મોટું નુકસાન થતું હોય છે. આવુ નુકસાન છેવટે દેશની તિજોરીને અસર કરે છે.

ગ્લોબલ વોર્મિંગથી ભારતને અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે એ ન થતું હોત તો ભારતું જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) અત્યારે છે એના કરતા 25 ટકા વધારે હોત. સતત વધી રહેલું તાપમાન, પુર, વરસાદ, વાવાઝોડા, હીટવેવ, આકરો શિયાળો, બરફવર્ષા, ભૂસ્ખલન વગેરે આફતો વ્યક્તિગત અને દેશની તિજોરીમાં મોટું ગાબડું પાડે છે.

આવી આફતોને કારણે દેશનો વિકાસ ધીમો પડી જાય છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્પાદન નહીં ઘટાડાય તો ભારતને પર્યાવરણના નામે મોટુ નુકસાન થતું જ રહેશે. આ નુકસાન 2100ની સાલ આવશે ત્યાં સુધીમાં વધતું વધતું જીડીપીના 90 ટકા સુધી પહોંચી જશે. અત્યારે આપણે આકરા ઉનાળાનો સામનો કરી રહ્યા છીએ. ભારતમાં ઉનાળો અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હીટવેવને કારણે 2013 અને 2015માં 3500થી વધારે લોકોના મોત થયા હતા.

1950ના સમય પછી ભારતમા વરસાદ આક્રમક અને બેકાબુ બની રહ્યો છે. બીજી તરફ ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવાથી હિન્દ મહાસાગરની સપાટી દર વર્ષે સરેરાશ 3.2 મિલિમીટર લેખે વધી રહી છે. 2020માં અમદાવાદ સહિતના ભારતના અનેક શહેરોમાં તાપમાન 48 ડીગ્રી સુધી પહોંચ્યુ હતું. થોડા વર્ષો પહેલા આ તાપમાન અકલ્પનિય ગણાતુ હતુ. રણ વિસ્તાર સિવાય આવુ તાપમાન શહેરોમાં હોય એવુ માની શકાતુ નહીં. પરંતુ હવે શહેરોનું તાપમાન સતત વધી રહ્યું છે.

ભારતનું અર્થતંત્ર મજબૂત બને અને જીડીપી વધે એટલા માટે સરકાર વિવિધ મોરચે કામ કરી રહી છે. વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. પણ આ પ્રોજેક્ટથી પર્યાવરણને નુકસાન થાય અને એ નુકસાન લાંબાગાળા સુધી દેશને નડ્યા કરે. એટલે જીડીપી વધારવા થયેલો પ્રયાસ છેવટે નિષ્ફળ જાય. સરકારે વિકાસ પ્રોજેક્ટસ હાથમાં લેતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV