GSTV

નાટો હેડક્વાર્ટરથી અમેરીકાએ ચીન-રશિયાને આપી ચીમકી, યુરોપિયન દેશોની સુરક્ષાની જવાબદારી અમારી: બાઈડન

Last Updated on June 15, 2021 by pratik shah

નાટો દ્વારા ચીનને એક ગંભીર પડકાર ગણાવવામાં આવ્યો છે, બ્રસેલ્સમાં નાટોના હેડક્વાર્ટર પહોંચનાર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, ‘યુરોપની રક્ષા કરવી તેમની એક મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. યુરોપને ચીનથી ડરવાની જરૂર નથી, અમેરિકા યુરોપ સાથે છે. અમેરિકાના રહેતા કોઈ યુરોપનું કાંઈ બગાડી શકશે નહીં. નાટો બધા માટે મહત્ત્વપૂર્ણ છે.’ બાઈડનનું નિવેદન એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની જવાબદારી અમેરિકાની ના હોવાની વાત કહી હતી.

બાઈડને તેમનાથી વિપરીત નિવેદન આપ્યું

રશિયા અને ચીન હવે જુદા માર્ગે

જ્યારે બાઈડને તેમનાથી વિપરીત નિવેદન આપ્યું છે. આ સંબોધનમાં રશિયાને પણ એક પડકાર ગણાવતા બાઈડને કહ્યું કે,‘રશિયા અને ચીન હવે જુદા માર્ગે છે. તેઓ એ માર્ગે નથી ચાલી રહ્યાં જેની અગાઉ કલ્પના કરવામા આવી રહી હતી.’ અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા નાટોના માધ્યમથી આપેલા નિવેદન મુદ્દે ચીન ભડક્યું હતું.

ચીન

આ મુદ્દે ચીનના બ્રસેલ્સ સ્થિત મિશને કહ્યું કે,‘નાટોનું નિવેદન ચીનના શાંતિપૂર્ણ વિકાસને બદનામ કરનાર છે. નાટોના સભ્ય દેશોની સરખામણીએ ચીન પોતાની સેના પર ઘણો ઓછો ખર્ચ કરે છે. ચીન પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે.’

READ ALSO

Related posts

સરહદનો વિવાદ/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!