GSTV
Ahmedabad Ajab Gajab ગુજરાત

સાથી હાથ બઢાના / વડોદરાની આ સ્કૂલે અનોખી રીતે ઉજવ્યો સરદાર પટેલનો જન્મ દિવસ

સરદાર પટેલ

ભારતના લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવા વર્ષ 2014થી દર વર્ષે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આ મહાન સ્વતંત્રતાસેનાની અને વિચક્ષણ રાજનીતિજ્ઞની 145મી જન્મજયંતિ ઉજવાઈ. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા સમગ્ર ભારતની તમામ પોદાર વર્લ્ડ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ તેમના કેમ્પસમાં તેમની હેન્ડપ્રિન્ટ (હાથની છાપ)નો ઉપયોગ કરીને લખેલા ‘U for Unity’ (યુ ફોર યુનિટી) સંદેશ સાથે વસ્ત્ર પર વિશાળ કટ-આઉટ બનાવ્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આ વિશિષ્ટ રચના બનાવવા ધોરણ 8થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

આ વિશિષ્ટ પહેલ વિશે પોદાર એજ્યુકેશનના રાઘવ પોદારે કહ્યું હતું કે, “સરદાર પટેલે 560થી રજવાડાઓને એકતાંતણે બાંધીને અખંડ ભારત (એક ભારત)નું સર્જન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ હંમેશા માનતા હતા કેઆ રાજ્યો અને ભારતની સલામતી અને જાળવણી આપણા વિવિધ વિસ્તારો વચ્ચેની એકતા અને પારસ્પરિક સાથસહકાર પર આધારિત છે. એક નાનો પ્રયાસ કરીને આપણે દેશને મહાન બનાવી શકીએતો એકતાનો અભાવ આપણને નવી આપત્તિઓ તરફ દોરી જશે. અમે સરદારનો આ મહત્વપૂર્ણ વિચાર અમારા વિદ્યાર્થીઓને આપવા ઇચ્છતાં હતાં એટલે આ પહેલ હાથ ધરી હતી. આ પ્રવૃત્તિ દ્વારા તેમને વાસ્તવિક અનુભવ મળવાની સાથે ક્રિયેટિવિટીટીમવર્કલીડરશિપકોમ્યુનીકેશન જેવી ઘણી સોફ્ટ સ્કિલ્સ પણ શીખવા મળી હતી.”

સરદાર પટેલ વિદ્યાર્થીકાળથી જ મજબૂત મનોબળ ધરાવતા હતા. વિદ્યાર્થીઓને સરદાર પટેલના વિવિધ ગુણોની જાણકારી મળે અને તેમાંથી કેટલાક ગુણો જીવનમાં પણ ઉતારી શકે એ માટે આવી ઉજવણી મહત્વની સાહિત થાય છે.

Related posts

ઉલટી ગંગા : ભાજપમાંથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા, મોરબી જિલ્લાપંચાયત તોડવાની સોંપાઈ જવાબદારી

GSTV Web Desk

હવે અર્બુદા સેના મેદાને : દૂધ ઉત્પાદક સંઘમાં કસ્ટોડિયન કમિટીએ સંઘને કર્યું નુક્સાન, એસીબીને તપાસ કરવા કરી રજૂઆતો

GSTV Web Desk

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk
GSTV