ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં ચૂંટણી પહેલાં મોદી માટે રાહતના સમાચાર, સુપ્રીમે લીધો આ નિર્ણય

ગુલબર્ગ હત્યાકાંડના કાવતરામાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ સામે જાકીયા ઝાફરીની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જે સામે એહસાન ઝાફરીના પત્ની ઝકિયા ઝાફરી સુપ્રીમમાં ગયા છે. અગાઉની મુદતમાં પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. હવે ફરી આ કેસમાં સુનાવણી સુ્પ્રીમે જુલાઈ સુધી ટાળી દીધી છે. આ કેસમાં સીટે કરેલી તપાસમાં મોદીને ક્લિનચીટ અપાઈ છે. જે સામે ગુજરાત હાઇર્કોર્ટમાં ન્યાય ન મળ્યો હોવાનું જણાવી ઝાકિયા ઝાફરીએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા છે. જે કેસમાં આજે જુલાઈ સુધીની મુદત પડી છે. કોર્ટે પહેલાં પણ કહ્યું છે તે આ કેસમાં તિસ્તા સેતવલાડની સહ યાચિકા બનવાની અરજીની સુનાવણી પહેલાં કરવા માગે છે.

મેઘાણી નગર ખાતે આવેલી ગુલબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડમાં અહેસાન ઝાફરી સહિત 68 લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડ પૂર્વ આયોજિત કાવતરું હતું અને તેમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નેતાઓ સામેલ હતા તેવા આક્ષેપ કરતી જાકીયા જાફરીએ અરજી કરી હતી.

મોદી સહિતના લોકોને ક્લિનચીટ આપી હતી

જેને લઈને સુપ્રીમ કોર્ટે સીટને તપાસ સોંપી હતી. સીટે આ આક્ષેપ અંગે ક્લિનચીટ આપતો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ મેજિસ્ટ્રેટે મંજૂર રાખ્યો હતો. જેની સામે હાઈકોર્ટમાં રિવ્યૂ અરજી થઈ હતી જે કેસ હવે સુપ્રીમ સુધી પહોંચ્યો છે. આ કેસમાં 8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ કેસમાં મોદી સહિતના લોકોને ક્લિનચીટ આપી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter