GSTV
Home » News » NSA અજિત દોભાલના પુત્રએ જયરામ રમેશ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો

NSA અજિત દોભાલના પુત્રએ જયરામ રમેશ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલના પુત્ર વિવેક દોભાલે તેમની વિરૃદ્ધ સમાચારો પ્રસિદ્ધ કરવા બદલ ‘કારવાં’ મેગેઝિનના સંપાદક, રિપોર્ટર અને કોંગ્રેસના નેતા જયરામ રમેશ સામે પતિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. ‘કારવાં’ મેગેઝિને ઘટસ્ફોટ કર્યો હતો કે નોટબંધીની તરત બાદ વિવેકે ટેક્સ હેવન દેશમાં હેજફંડ શરૂ કર્યું હતું અને ભારતમાં નાણા આવવામાં ઉછાળો નોંધાયો હતો. આ અહેવાલને ટાંકીને જયરામ રમેશે તેને ‘ડી કંપની’ ગણાવી હતી.

વિવેક દોભાલે જણાવ્યું હતું કે મેગેઝિનમાં છપાયેલા અહેવાલ ખોટા, ભ્રામક અને આધારહિન છે તેમ તેઓ કોર્ટમાં સાબીત કરશે. આ ખોટા રિપોર્ટના આધારે ટીકા કરવા વાળાએ પણ તેના તથ્યોની તપાસ નથી કરી તેથી તેઓ પણ બદનક્ષીના ભાગીદાર છે.

કારવાં મેગેઝિને જણાવ્યું હતું કે નોટબંધી જાહેર થયા બાદ તરત જ વિવેક દોભાલે કેમેન ટાપુ પર જીએનવાય એશિયા ફંડ નામની હેજ ફંડ કંપની સ્થાપી હતી. આ વ્યવસાય તેના ભાઈ શૌર્ય દોભાલ સાથે સંકળાયેલી હતી.

શૌર્ય દોભાલ ઇન્ડિયા ફાઉન્ડેશન નામની થિન્ક ટેન્કનો પ્રમુખ છે. જે વડાપ્રધાન મોદીની નજીક હોવાનું મનાય છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે મેગેઝિનની આ અહેવાલને ટાંકીને વિવેક દોભાલની કંપનીને ડી કંપની સાથે સરખાવી હતી, અને ગયા વર્ષે કેમેન ટાપુ પરથી ભારતમાં આવેલા નાણાની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું. તેમણે કેમેન ટાપુ પરથી ૮૩૦૦ કરોડ રૃપિયા આવ્યાનું જણાવ્યું હતું.

Related posts

દિલ્હીમાં હિંસા વચ્ચે જોવા મળ્યુ કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમોએ માનવ સાંકળ રચી આ રીતે દર્શાવી એકતા

Arohi

ઉદ્યોગોને કારણે રોજગારી મળે છે તેવા વાઈબ્રન્ટ તાયફાનો ફૂગ્ગો ફૂટી ગયો, સાડા ચાર લાખ બેરોજગારો

Mayur

25 ધારાસભ્યોએ મળી રૂપાણી સરકારને હચમચાવવા ઘડ્યો માસ્ટરપ્લાન, પણ પરેશ ધાનાણીએ જ ઠંડુ પાણી રેડી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!