GSTV

પોસ્ટ ઓફિસની આ યોજના જે તમને કરી દેશે માલામાલ, રૂ.100નું પણ કરી શકો રોકાણ

Last Updated on September 4, 2018 by

આજના મોંઘવારીના સમયમાં બચક કરવી મુશ્કેલ બનતી જઈ રહી છે. જો બચત થાય તો પણ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે તેને નાની બચતનું મોટું રિટર્ન મળે. અમે તમને બતાવવા જઈએ છીએ પોસ્ટ ઓફિસની એક એવી યોજના જેમાં તમે નાની બચત પર સારું વ્યાજ મેળવી શકો છો. તે છે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) યોજના. આવો જાણીએ તેના વિશેની સંપૂર્ણ જાણકારી…

કેટલું કરી શકો છો નિવેશ:

એનએસસી પોસ્ટ ઓફિસની યોજના છે. તેમાં તમે માત્ર 100 રૂપિયા પણ નિવેશ કરી શકો છે. જેમાં રોકાણની કોઈ સીમા નથી. તમે તમારી ક્ષમતા અનુસાર કોઈ પણ એનએસસી ખરીદી શકો છો.

ક્યાં મળે છે આ સર્ટિફિકેટઃ

એનએસસી ભારત સરકારની પોસ્ટ ઓફિસ યોજના હેઠળ જાહેર કરવામાં આવે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તમે તમારા નજીકની પોસ્ટ ઓફિસથી ખરીદી શકો છો. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખરીદવું એક સરળ પ્રક્રિયા છે. તમે કોઈ પણ પોસ્ટ ઓફિસે જઈને ખરીદી શકો છો.

ચેક અથવા રોકડથી ખરીદી શકાય છેઃ

એનએસસી ચૅક અથવા રોકડ આપીને ખરીદી શકાય છે. તેમાં ચૅક દ્વારા પેમેન્ટ કરવા પર ખાતું ત્યારે જ ખૂલશે જ્યારે ચૅક પાસ થઈ જશે. આ માટે કેટલાંક જરૂરી ડૉક્યુમેન્ટ્સની પણ જરૂર પડશે. ફૉર્મ દ્વારા તમારી જાણકારી આપવાની રહેશે. જેમાં તમારું નામ અને રોકાણની રકમ બતાવવાની રહેશે.

ક્યારે પાકશે નેશનલ સેવિંગ સર્ટિફિકેટઃ

આ સર્ટિફિકેટની મૅચ્યોરિટી 5 વર્ષની હોય છે. જો તમે કેટલીક શરતોની પૂરી કરો છો તો એક વર્ષની પરિપક્વતાના સમય બાદ ખાતામાંથી રકમને નીકાળી શકાય છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં વ્યાજ દર દર 3 મહિનમાં બદલાય છે અથવા નક્કી કરાય છે. જેથી રોકાણકારે ઘટતા વ્યાજદરની સાથે રોકાણની રાશિમાં પણ બદલાવ કરવો જોઈએ.

કોણ લઈ શકે છે યોજનાનો લાભઃ

આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ મળી શકે છે. આ યોજનાથી સગીરોને પણ લાભ મળશે. આ માટે તેમણે તેમના પેરેન્ટ્સે પોતાના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ પર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખરીદવું પડશે. જેમાં બે વયસ્ક જોઈન્ટ સ્કીમ દ્વારા પણ રોકારણ કરી શકાય છે. NRI અને હિન્દૂ અનડિવાઈડેડ ફેમિલીને આ સ્કીમનો લાભ નહીં મળે.

ટ્રાન્સફર કરી શકશોઃ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટને એખ પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટને તમે કોઈ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને પણ ટ્રાન્સફર કરી શકો છો.

મળશે ટૅક્સ છૂટનો ફાયદોઃ

આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે તેમાં ટૅક્સ સેવિંગનો વિકલ્પ મળે છે. 80C હેઠળ તમને આ રોકાણમાં ટૅક્સમાં છૂટ મળે છે. એનએસસીમાં રોકાણ કરવા પણ તમારો ટીડીએસ કપાતો નથી. બેંક અને ફાઈનાન્સિયલ સંસ્થાઓમાંથી લોન પણ લઈ શકાય છે. આ યોજનામાં તમે ચૅકબુક સુવિધા પણ લઈ શકો છો.

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!