GSTV
Home » News » ડોકલામમાં ચીને ફરી હેલિપેડ બનાવ્યા, ભારતીય સેનાધ્યક્ષ રાવતે કામચલાઉ નિર્માણ ગણાવ્યું

ડોકલામમાં ચીને ફરી હેલિપેડ બનાવ્યા, ભારતીય સેનાધ્યક્ષ રાવતે કામચલાઉ નિર્માણ ગણાવ્યું

ડોકલામમાં ચીન દ્વારા સૈન્ય પરિસર બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો સેટેલાઈટ ઈમેજીસ દ્વારા થયો છે. અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે સેટેલાઈટ ઈમેજીસના આધારે ચીને ડોકલામના ઉત્તરીય વિસ્તારમાં સાત હેલીપેડ બનાવી લીધા છે. સેટેલાઈટ ઈમેજીસના આધારે ઉજાગર થયું છે કે જે વિસ્તાર પર ભૂટાન દાવો કરી રહ્યું છે. તે ક્ષેત્રમાં જ ચીને નિર્માણકાર્ય શરૂ કર્યું છે.

73 દિવસ લાંબા સૈન્ય તણાવ બાદ ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીનની આમને-સામને ઉભેલી સેનાઓ પાછી હટી હતી. પરંતુ હવે સેટેલાઈટ ઈમેજીસના આધારે અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ડોકલામના ઉત્તરીય ક્ષેત્રમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સાત હેલીપેડ બનાવી લીધા છે. ચીનની સેનાએ હથિયારોથી સજ્જ વાહનોની પણ તેનાતી કરી છે. સૈનિકોની તેનાતીથી થોડાક અંતરે મોટા પ્રમાણમાં સડક નિર્માણ માટેની સામગ્રી પણ ઉપલબ્ધ છે.

આ સેટેલાઈટ ઈમેજીસ જાન્યુઆરી માસની હોવાનું જણાવાઈ રહ્યું છે. 2017માં 16મી જૂને ડોકલામમાં સડક નિર્માણ મામલે ભારત અને ચીનની સેનાઓ વચ્ચેનો વિવાદ 73 દિવસ સુધી ચાલ્યો હતો. સેટેલાઈટ તસવીરો પ્રમાણે ડોકલામના ઘણાં વિસ્તારોમાં ચીનની ટેન્કો પણ હાજર છે. અહીં જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો, ટેન્ક્સ, આર્મ્ડ વ્હીકલ્સ, આર્ટિલરી સહીત ઘણાં અન્ય સૈન્ય ઉપકરણો પણ હાજર છે. કેટલાક સ્થાનો પર મોટી સંખ્યામાં શસ્ત્રોની તેનાતી પણ જોઈ શકાય છે.

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ભારતીય સૈનિકો પણ વિસ્તારમાં હાજર હોવાનું જણાવ્યું છે. જનરલ રાવતે કહ્યુ છે કે ચીનના સૈનિકો આવશે, તો ભારતના સૈનિકો તેમનો સામનો કરશે. ભારતીય સેનાધ્યક્ષે ચીનની સેનાના ડોકલામ ખાતેના નિર્માણને મોટાભાગે કામચલાઉ નિર્માણ ગણાવ્યું છે.

Related posts

બેંગ્લોમાં રોહિત અને કોહલીની ‘બૂમ-બૂમ’ બેટીંગ : ભારતનો 7 વિકેટે વિજય

Mayur

સોમવારે આ ખાસ સેરેમની બાદ શરૂ થશે બજેટનું પ્રિન્ટિંગ, વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા

Nilesh Jethva

યમનમાં મિસાઈલ અને ડ્રોનથી કરાયો મસ્જીદ ઉપર હુમલો, નમાજ પઢી રહેલાં 80થી વધુ જવાનોનાં થયા મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!