રાહુલ ગાંધીના બનેવીએ મોદી સરકાર માટે જાણો શું કહ્યું, મળી મોટી રાહત

ટેક્સ પેનલ દ્વારા પોતાની ફર્મને લોન આપનારી કંપનીને રાહત આપવા મામલે મીડિયા અહેવાલો પર રોબર્ટ વાડ્રાએ આકરી પ્રતિક્રિયા આપી છે. કારોબારી રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે તેમનું નામ વિવાદમાં ઢસડીને પોતાની સરકારની નિષ્ફળતાથી જનતાનું ધ્યાન હટાવવાનો ભાજપનો પ્લાન-બી છે. રોબર્ટ વાડ્રા કોંગ્રેસના સદસ્ય છે અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી છે.

રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે રફાલ હોય કે વિધાનસભાની ચૂંટણી હારી જવાની ભીતિ જેવા મામલે ભાજપ બેકફૂટ પર હોય. તે રાજકીય પાર્ટીની રણનીતિ તેમનું નામ વિવાદમાં ખેંચી લાવાવની હોય છે. આના સંદર્ભે સોશયલ મીડિયા પર સ્પષ્ટીકરણ આપીને તેમણે આ મામલે વર્ષો પહેલા પ્રતિક્રિયા આપી હોવાનું અને તેમની સાથે આનો કોઈ સંબંધ નહીં હોવાનું જણાવી ચુક્યા હોવાનું જણાવ્યું છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter