GSTV
Home » News » અપ્રિય ઘટનાની જાણકારી મીડિયા પહેલાં અમને આપો: દિલ્હી સરકાર

અપ્રિય ઘટનાની જાણકારી મીડિયા પહેલાં અમને આપો: દિલ્હી સરકાર

દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીની દરેક શાળાઓને દુર્ઘટના, હિંસા, છેડતી, અથવા વિરોધ જેવી કોઇ પણ અપ્રિય ઘટના વિશે જાણકારી મીડિયા સુધી પહોંચતા પહેલા, તાત્કાલિક સરકારને જાણ કરવાનો નિર્દેશ કર્યો છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરી શકાય અને શિક્ષણ વિભાગને શર્મસાર થવું પડે નહી.

શહેરમાં NDMCના એક શાળા કેમ્પસમાં ઇલેક્ટ્રિશિયન દ્વારા સગીર બાળકી સાથે કથિતરીતે રેપ કરવા પર આ આદેશ મહત્વપૂર્ણ છે. શિક્ષણ નિર્દેશાલયે શાળાઓના પ્રાચાર્યોને એક પરિપત્ર મોકલ્યો છે. કોઇ અપ્રિય ઘટનાની યોગ્ય દેખરેખ કરવા અને ઉચ્ચ વહિવટીતંત્ર સ્તર પર ઉપાય કરતા દરેક શાળાઓના પ્રમુખોએ હિંસા, દુર્ઘટના, ધરણાં, લડાઇ, આગ, વિરોધ, પ્રદર્શન, ચોરી, ભાગદોડ, છેડતી, ગંભીર ઇજા, આત્મહત્યાનો પ્રયત્ન અથવા મોત જેવી કોઇ પણ અપ્રિય ઘટના વિશે સિનિયર શિક્ષણ વિભાગના અધિકારીને તાત્કાલિક સુચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

કેટલીક વાર અમુક મામલાઓમાં શાળાના પ્રમુખોની જગ્યાએ મીડિયા અથવા અન્ય સ્ત્રોતના માધ્યમથી આવી ઘટનાઓનો રિપોર્ટ આવે છે, જે કારણે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી થઇ શકતી નથી અને વિદ્યાર્થીના રક્ષણ અને બચાવનો ભય વધી જાય છે. જેથી આવી દરેક ઘટનાઓને મોડુ કર્યા વિના સિનિયર અધિકારીઓને ઘટના અંગે માહિતગાર કરવા જોઇએ. તેમજ સરકારે કહ્યું કે, જો શાળાના પ્રાચાર્ય ઉચ્ચ પદાધિકારીઓને વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં સક્ષમ ના હોય તો તાત્કાલિક ટેલિફોનથી સુચના આપવી અને તે બાદ વિસ્તૃત રિપોર્ટ આપવો.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!