GSTV
Home » News » મોદી સામે પાકિસ્તાન ફફડ્યું, જમ્મુ-કાશ્મીર મુદ્દે ઈમરાન ખાને પત્ર લખીને કહ્યું… શાંતિથી વાત કરીએ

મોદી સામે પાકિસ્તાન ફફડ્યું, જમ્મુ-કાશ્મીર મુદ્દે ઈમરાન ખાને પત્ર લખીને કહ્યું… શાંતિથી વાત કરીએ

ભારતની કાર્યવાહીથી ફફડેલા અને દેશમાં ફરીવાર મોદી સરકાર સત્તા પર આવતા પાડોશી દેશ પાકિસ્તાન ભારત સાથે જમ્મુ કાશ્મીર મુદ્દે વાતચીત કરવા માટે તલપાપડ છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી શાંતિનો સનેપાત ઉપાડ્યો છે.

Imran Khan

ઈમરાને પીએમ મોદીને જમ્મુ કાશ્મીર મુદ્દે વાતચીત કરવા ભલામણ કરી છે. ઈમરાન આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે વિદેશ મંત્રાલયે કિર્ગિસ્તાનમાં મળનારી શાઘાઈ સહયોગની બેઠકમાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો છે. શુક્રવારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મોદી સરકારમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરને વિદેશ પ્રધાન બનવા બદલ શુભકામના પાઠવી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીવાર વાતચીત શરૂ કરવાની વકાલત કરી.

આ પહેલા તેમણે મુલ્તાનમાં આયોજિત ઈફ્તાર પાર્ટીમાં જણાવ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાને શાંતિ અને સ્મૃદ્ધિ માટે સાથે મળીને ક્ષેત્રીય મુદ્દાઓના ઉકેલ માટે કોશિશ કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે, દેશમાં નવી સરકાર બનતાની સાથે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે તલપાપડ છે. ત્યારે પાકિસ્તાનનો દાવો છે કે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત પત્ર લખી રહ્યા છે. જેમા ભારત સાથે વાતચીત કરવાની વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રની હારનો બદલો લેવા માટે ભાજપે કરી તૈયારી, શિવસેના છે ટાર્ગેટ

Karan

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા

Nilesh Jethva

વાયરલ થયો મૈડોનાની દિકરીનો વીડિયો : લાઇવ ઓડિયન્સ સામે આપ્યો ન્યૂડ સીન, સાથે 30 મોડલો પણ…

Karan
Do NOT follow this link or you will be banned from the site!