નેશનલ પેન્શન સિસ્ટમથી જો તમે પણ તમે જોડાયેલા છો અને તામારા ખાતામાં જમા રકમને ઉપાડવાનું વિચારી રહ્યા છો તો નવી સુવિધાઓ વિશે જાણકારી તમને કામ આવી શકે છે. હકીકતમાં, પેંશન ફંડ રેગ્યુલેટરી એંડ ડેવલપમેંટ ઓથોરીટીએ એનપીએસને લઈને કેટલાક બદલાવ કર્યા છે. જેનાથી ગ્રાહક હવે આશિંક ઉપાડની રકમ માત્ર પાંચ દિવસમાં પોતાના ખાતામાં ટ્રાંસફર કરી શકશે. ખાસ વાત એ છે કે પેંશન ફંડ રેગ્યુલેટરી એંડ ડેવલપમેંટ ઓથોરીટીના નવા નિયમોનો લાભ ઓનલાઈન લઈ શકાય છે. જોકે, તમારપ ખાતુ ત્રણ વર્ષ જુનુ હોવું જોઈએ. સાથે જ કુલ જમા રકમના માત્ર 25% ઉપાડવાની મંજુરી અપાશે. તેના માટે ગ્રાહકે નોડલ કાર્યાલયને લેખીતમાં આવેદન દેવું પડશે. સાથે જ સપોર્ટીંગ ડૉકયૂમેન્ટસ પણ આપવા પડશે. તેના સેલ્ફ ડિકલેરેશનની સુવિઘા છે. રાહતની વાત એ છે કે ગ્રાહક ઓફલાઈન સાથે જ ઓનલાઈનની નિકાસી પણ કરી શકે છે.

વર્ષ 2004માં સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેંશન સિસ્ટમ શરી કરાઈ હતી. બાદમાં 2009માં તેને દરેક નોકરીયાત વર્ગો માટે ખોલવામાં આવી. આ હેઠળ કોઈપણ કાર્યકારી પેંશન ખાતામાં નિયમિત યોગદાન આપી શકે છે. તેનો લાભ લેવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. અને ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તો એનપીએસ ખાતાના બે પ્રકાર છે. પહેલામાં 60 વર્ષની ઉંમર સુઘી પૈસી ઉપાડી શકો છો. જયારે બીજામાં તે એક પચત ખાતા જોવું રહે છે. અને ગ્રાહક પોતાની જરૂરત પ્રમાણે પૈસા ઉપાડી શકે છે.
ઉપાડ કરવા માટે કરવું પડશે આ કામ
- સીઆરએ વેબસાઈટ ((https://cra-nsdl.com/CRA/)પર જાઓ.
- user id અને password દ્વારા લોગીન કરો.
- પેઈઝ ખુલવા પર Partial Withdrawal નો ઓપ્શન પસંદ કરો.
- સક્રીન પર ઉપાડવા લાયક રકમ દેખાશે.
- નિકાસીના કારણોની જાણકારી ઉપલબ્ધ કરાવો.
- Self Declarationની પ્રક્રીયા કરો. બાદમાં રિક્વેસ્ટ સબમીટ કરો.
- સબમિટ કરતા પહેલા પહેલા બેંક અકાઉન્ટ ડિટેઈલ ક્રોસ ચેક કરો.
- OTP દ્વારા આગળની પ્રોસેસ પુરી કરો.
- પ્રોસેસ પુરી થયાના દિવસને છોડીને પાંચ વર્કિંગ દિવસોની અંદર ખાતામાં પૈસા ટ્રાંસફર થઈ જશે.
READ ALSO
- ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ