GSTV

હવે સરકાર લાવવા જઈ રહી છે નવી ગેરંટેડ પેંશન સ્કીમ, જાણો શું મળશે ફાયદો

National Pension System

સરકાર દેશનાં લાખો પેંશનધારકો માટે એક નવી સ્કીમ લઈને આવી રહી છે. પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીનું (PFRDA) કહેવું છેકે, જલ્દીથી લઘુત્તમ રિટર્ન ગેરંટીવાળી પેંશન યોજના રજૂ કરવામાં આવશે. હાલમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. જાણકારી મુજબ, PFRDA ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના લાવી શકે છે.

ચાલી રહી છે પેંશન ફંડો સાથે વાતચીત

પેંશન ફંડો રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિચી (PFRDA)ના અધ્યક્ષ સુપ્રિતમ દાસ બંદોપાધ્યાયનું કહેવું છેકે, આ સંબંધમાં પેંશન ફંડો અને એક્ચુરિયલ ફંડો સાથે વાતચીત ચાલી રહી છે. આ વાતચીતનાં આધારે યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યુકે, PFRDA કાયદા હેઠળ એક સુનિશ્ચિત રિટર્નની યોજના શરૂ કરવાની અનુમતિ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં યોજના રજૂ કરાશે

પેંશન ફંડ યોજનાઓ હેઠળ મેનેજ કરવામાં આવી રહેલાં ફંડોને માર્ક-ટૂ-માર્કેટ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, તેમાં થોડા ઉતાર-ચડાવ થતા રહે છે. તેનું મૂલ્યાંકન બજારની સ્થિતી પર આધારિત હોય છે. જેથી આ યોજનાનેઅંતિમ રૂપ આપીને ચાલું નાણાકીય વર્ષમાં રજૂ કરવામાં આવશે

લઘુત્તમ ગેરંટીનો સવાલ

પેંશન ફંડમાં લઘુત્તમ સુનિશ્ચિત રિટર્ન આપવા માટે PFRDA પેંશન ફંડ પ્રબંધકો અને એક્ચુરિયલ ફર્મોની સાથે વાતચીત ચાલી રહી છે. તેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનું છેકે, પેંશનની વઘુત્તમ ગેરંટીનું વિસ્તરણ શું થાય જે આપવું સંભવ થઈ શકે.

બજાર સાથે જોડાયેલી હશે ગેરંટી

પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીનું કહેવું છેકે, પેંશનની આ યોજનાની ગેરંટી બજાર સાથે જોડાયેલી હશે. ફંડ મેનેજરોને જ રોકાણ પર મળતા નફામાં ગેરંટીવાળો હિસ્સો નક્કી કરવાનો રહેશે.

સરકારી કર્મચારીઓ માટે NPS

નેશનલ પેંશન સ્કીમ અને અટલ પેંશન યોજનામાં સબ્સક્રાઈબર્સને દર મહિને, ત્રણ મહિને અથવા છ મહિને એક નક્કી કરેલી રકમ રોકવાની હોય છે. રિટાયરમેન્ટ બાદ સબ્સક્રાઈબર્સને એક નિશ્ચિંત રકમ પેંશનનાં રૂપે આપવામાં આવે છે. નેશનલ પેંશન સ્કમની શરૂઆત કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004માં કરી હતી. આ તારીખ બાદ જોઈન થયેલાં દરેક કર્માચારીઓને આ લાભ મળશે.

પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓ થઈ શકે છે સામેલ

વર્ષ 2009 બાદ આ યોજનાને પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓ માટે પણ ખોલી દેવામાં આવી હતી. રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓ NPSનો એક હિસ્સો ઉપાડી શકે છે. જ્યારે બાકી રકમમાંથી રેગ્યુલર ઈનકમ માટે એન્યુઈટી લઈ શકે છે. નેશનલ પેંશન સ્કીમામાં 18થી 60 વર્ષનાં કોઈ પણ નાગરિક સામેલ થઈ શકે છે.

READ ALSO

Related posts

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel

2GBની જગ્યાએ રોજ 4GB ડેટા, Vi ડબલ ડેટા પ્લાન્સમાં મેળવો 336GB સુધીનો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!