જો તમે તમારી નોકરીની શરૂઆતમાં જ સમજદારીથી એક નિશ્વિત રકમની સાથે બચત કરવાનું શરૂ કરી દો તો તમારુ ભવિષ્ય સંપૂર્ણ રીતે સુરક્ષિત થઇ જાય છે. ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેંશન સિસ્ટમ (NPS) એક શ્રેષ્ઠ વિકલ્પ બની ચુક્યુ છે.
આ સ્કીમનો ફાયદો સરકારીની સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતો કોઇપણ કર્મચારી લઇ શકે છે. પરંતુ હવે સરકારે આ સ્કીમમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફારનો લાભ કેન્દ્ર અને રાજ્યના કરોડો સરકારી કર્મચારીઓને મળશે.
શું છે NPS
નેશનલ પેન્શન સિસ્ટમ એક રિટાયરમેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ છે. જેની શરૂઆત ભારત સરકારે જાન્યુઆરી 2004થી કરી હતી. પહેલા આ સ્કીમ ફક્ત સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. જો કે 2009 બાદ તેને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ શરૂ કરવામાં આવી. જણાવી દઇએ કે NPS એકાઉન્ટ ખોલાવવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 65 વર્ષ છે.
શું ફેરફાર થયા
હાલ સરકારે નેશનલ પેન્શન સ્કીમમાં પોતાનું યોગદાન વધારીને કર્મચારીઓના મૂળ વેતતના 14 ટકા કરી દીધું છે. આ યોગદાન હાલ 10 ટકા છે. જો કે સરકારી કર્મચારીઓનું લધુતત્મ યોગદાન 10 ટકા જ રહેશે.
સરકારે કર્મચારીઓના 10 ટકા સુધી યોગદાન માટે આવકવેરા કાયદાની ધારા 80 સી હેઠળ ટેક્સ ઇન્સેન્ટિવને પણ મંજૂરી આપી. હાલ સરકાર અને કર્મચારીઓનું યોગદાન NPSમાં 10-10 ટકા છે.
આ ઉપરાંત પીએમ મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે કુલ જમા રકમમાંથી 60 ટકા રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે જે હાલ 40 ટકા છે. સાથે જ કર્મચારીઓ પાસે નિશ્વિત આવક ઉત્પાદનો કે શેર ઇક્વિટીમાં રોકાણ કરવાનો વિકલ્પ હશે.
જો કર્મચારી નિવૃત્તિ સમયે NPSમાં જમા રકમનો કોઇપણ હિસ્સો ઉપાડવાનો નિર્ણય ન લે અને 100 ટકા પેન્શન યોજનામાં ટ્રાન્સફર કરે તો તેનું પેન્શન અંતિમવાર મળતા વેતનના 50 ટકાથી વધુ હશે. જો કે કેટલાંક અહેવાલો અનુસાર સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયની ઘોષણા કરી નથી. પરંતુ ટૂંક સમયમાં આ અંગેની ઘોષણા કરવામાં આવશે.
Read Also
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત
- રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું
- ઉતરપ્રદેશ પોલીસે આગ્રામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
- પાકિસ્તાન / આ બેટ્સમેને વહાબ રિયાઝની બોલિંગમાં 6 બોલમાં 6 સિક્સર ફટાકારી, અહીં જાણો વિગતો