જો તમે ઈચ્છો છો કે તમારી પત્ની પણ આત્મનિર્ભર બને જેથી તમારી ગેરહાજરીમાં ઘરમાં નિયમિત આવક રહે અને ભવિષ્યમાં તમારી પત્ની પૈસા માટે કોઈના પર નિર્ભર ન રહે, તો તમે આજે જ તેના માટે નિયમિત આવકની વ્યવસ્થા કરી શકો છો. આ માટે તમારે નેશનલ પેન્શન સ્કીમમાં (National Pension Scheme)રોકાણ કરવું જોઈએ.
પત્નીના નામે ખોલો ન્યૂ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ
તમે તમારી પત્નીના નામે ન્યૂ પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર એકસાથે રકમ આપશે. આ સાથે તેમને દર મહિને પેન્શનના રૂપમાં નિયમિત આવક પણ થશે. એટલું જ નહીં, NPS એકાઉન્ટથી તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલું પેન્શન મળશે. આ સાથે, તમારી પત્ની 60 વર્ષની ઉંમર પછી પૈસા માટે કોઈના પર નિર્ભર રહેશે નહીં. ચાલો આ સ્કીમ વિશે વિગતવાર જાણીએ.

રોકાણ કરવું પણ ખૂબ જ સરળ
તમે નવી પેન્શન સિસ્ટમ (NPS) ખાતામાં તમારી સુવિધા અનુસાર દર મહિને અથવા વાર્ષે પૈસા જમા કરાવી શકો છો. તમે માત્ર 1,000 રૂપિયાથી તમારી પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS ખાતું 60 વર્ષની ઉંમરે મેચ્યોર થાય છે. નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો તો પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી તમે NPS એકાઉન્ટ ચલાવી શકો છો.
45 હજાર સુધીની માસિક આવક
ઉદાહરણ તરીકે, જો તમારી પત્ની 30 વર્ષની છે અને તમે તેના NPS ખાતામાં દર મહિને રૂ. 5000નું રોકાણ કરો છો. જો તેને વાર્ષિક રોકાણ પર 10 ટકા રિટર્ન મળે છે, તો 60 વર્ષની ઉંમરે તેના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. આમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેમને દર મહિને લગભગ 45,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે તેમને આજીવન આ પેન્શન મળતું રહેશે.

એક સાથે કેટલી મળશે રકમ અને પેન્શન
- તમને કેટલું પેન્શન મળશે?
- ઉંમર – 30 વર્ષ
- રોકાણનો કુલ સમયગાળો- 30 વર્ષ
- માસિક યોગદાન – રૂ. 5,000
- રોકાણ પર અંદાજિત રિટર્ન – 10%
- કુલ પેન્શન ફંડ – રૂ 1,11,98,471 (મેચ્યોરિટી પર રકમ ઉપાડી શકાય છે)
- એન્યુટી પ્લાન ખરીદવાની રકમ – રૂ 44,79,388
- અંદાજિત એન્યુટી રેટ 8% – રૂ. 67,19,083
- મંથલી પેન્શન- રૂ 44,793.
ફંડ મેનેજર કરે છે એકાઉન્ટ મેનેજમેન્ટ
NPS એ કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે. તમે આ સ્કીમમાં જે પૈસાનું રોકાણ કરો છો તેનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજરોને આ જવાબદારી આપે છે. આવી સ્થિતિમાં એનપીએસમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, તમે આ સ્કીમ હેઠળ રોકાણ કરો છો તે પૈસા પર રિટર્નની ગેરેન્ટી આપવામાં આવતી નથી. ફાઇનાન્શિયલ પ્લાનર્સના મતે, NPSએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક 10 થી 11 ટકા રિટર્ન આપ્યું છે.

Read Also
- સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી
- દરરોજ સવારે 15 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, તમારા શરીરને મળશે અનેક અદ્દભૂત ફાયદાઓ
- માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો
- યુએઈ/ આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
- Randeep Hooda-Lin Laishram/ કન્યાએ પોલોઈ પહેરી તો વરે પહેર્યા કુર્તો અને ધોતી, ટ્રેડિશનલ વેરમાં લાગ્યા સુંદર