GSTV
Gujarat Government Advertisement

ચેતજો : જો તમે પેકેજ્ડ પીવાના પાણીની બોટલનો ઉપયોગ કરો છો તો વાંચો આ અહેવાલ

Last Updated on June 22, 2019 by Mayur Vora

વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ચકાસણી માટે લાવવામાં આવેલા પેકેજ્ડ પીવાના પાણીના ૧૧૨૩ નમુનાઓ પૈકી ૪૯૬ ખાદ્ય સુરક્ષા નિયમો પ્રમાણેના હતા જ નહીં, એમ સરકારે કહ્યું હતું. એ અરસા દરમિયાન કુલ ૨૪૬ કેસો કરવામાં આવ્યા હતા જેમાં ૯૭માં સજા કરાઇ હતી અને ૧૩૫ કેસોમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૯૭ નમુના તપાસવામાં આવ્યા હતા જેમાં ૨૨૪ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬નો ભંગ કરાયો હતો. ૧૩૧ કેસ કરાયા હતા, એમ સરકારે માહિતી આપતા કહ્યું હતું.

 ઉપરોક્ત કેસો પૈકી ૩૩ કેસમાં સજા કરાઇ હતી અને ૪૦ કેસમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. પેકેજ્ડ ડ્રીંકિગ વોટરના વેચાણમાં નિર્ધારિત નિયમો પાળવામાં આવતા નથી એવી અનેક ફરિયાદ મળતાં સરકારે તપાસ શરૂ કરી હતી. નિર્ધારિત નિયમોના પાલન કરાવવાની જવાબદારી મૂળભૂત રીતે રાજ્ય અને સંધ સરકારોની હોય છે.તમામ રાજ્યના અને સંધ પ્રદેશના ફુડ સેફટી ઓફિસર્સને સત્તાવાળાઓ દ્વારા  વખતો વખત બિન અધિકૃત ઉત્પાદકો સામે કડક હાથે કામ લેવા આદેશ કરવામાં આવે છે.

ઉપરાંત પીવાના પાણી સહિત સુરક્ષિત અને  હોલસમ ફુડ સરળતાથી મળી રહે તે માટે નિયમીત રીતે ચકાસણી અને સુપરવિઝન પણ કરવામાં આવે છે. ફુડ સેફટી ઓફિસ દ્વારા દરોડો પણ પાડવામાં આવે છે અને બિન અધિકૃત ઉત્પાદકો તેમજ વેચાણકર્તાઓ સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!