GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અનુ રાનીએ રાષ્ટ્રીય ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં જીત્યો સુવર્ણ મેડલ

ભારતીય મહિલા જેવેલિન ફેંકનાર અનુ રાનીએ ગુરુવારે 59 મી રાષ્ટ્રીય ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલા જેવેલિન થ્રો ઇવેન્ટ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મહિનાની શરૂઆતમાં દોહામાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા જેવેલિન ફેંકવાની ઇવેન્ટમાં 62.43 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ફાઇનલમાં પ્રવેશ કરનાર અનુને બિરસા મુંડા એથલેટિક્સ સ્ટેડિયમમાં કોઈ ખાસ પડકારનો સામનો કરવો પડ્યો ન હતો.

25 વર્ષીય રેલ્વેમેને છ પ્રયાસમાં 56. 97, 55.97, 58.31, 57.29, 56.86, 58.60 મીટરે ફેંક્યો. બીજા સ્થાને રહેલી શર્મિલાએ 53.28 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન ભાલા ફેંકનાર સ્ટાર નીરજ ચોપડાએ કહ્યું કે તેણે પોતાના કોચની સલાહથી ચેમ્પિયનશીપમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રીય ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશીપ

ઉલ્લેખનીય છેકે ઓએનજીસીના સુરેશ કુમારે 10,000 મિનિટની દોડમાં 29 મિનિટ 41.25 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા. એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ગુજરાતના મુરલીકુમાર ગેવિતે નવમા ક્રમે આવ્યા.

READ ALSO

Related posts

રાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

pratik shah

બિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ

Bansari

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!