GSTV

ગુજરાતના આ ડોક્ટરોએ કેન્દ્ર સરકાર સામે ચઢાવી બાયો, આ કાયદાનો કર્યો વિરોધ

નવસારીના ફિઝીયોથેરાપીસ્ટ ડોકટરો તથા ફિઝિયોના વિદ્યાર્થીઓએ નવસારીના દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારકેથી ફિઝિયો સ્વરાજ માર્ચ કાઢી વિરોધ નોધાવ્યો હતો. કેન્દ્ર સરકાર મેડીકલ ક્ષેત્રમાં અનેક ફેરફારો સાથે નેશનલ મેડીકલ કમિશન કાયદો અમલમા લાવવાની તૈયારીમાં છે. જેમાં ફિઝીયોથેરાપિસ્ટોને ટેકનિશિયનની કેટેગરીમાં આવી જવાની સંભાવના છે. જેના પગલે અલગથી નેશનલ ફિઝિયોથેરપિસ્ટ કાઉન્સિલની રચના કરવામા આવે ત્રણ વર્ષથી પશ્ચિમ બંગાળના ફિઝિયોથેરપિસ્ટ ડૉ. ઉમાશંકર મોહંતો લડત ચલાવી રહ્યા છે.

જેમા આજે ચોથીવાર કેન્દ્રની મોદી સરકારના કાને પોતાની વાતો પહોંચાડવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. દાંડીથી ડૉ.મહંતોની આગેવાનીમાં ગુજરાતનાં ફિઝીયોથેરાપીસ્ટોએ નવસારીનાં દાંડીનાં મીઠાનાં સત્યાગ્રહ સ્મારકે મહાત્મા ગાંધીજીને વંદન કરીને માર્ચનો પ્રારંભ કર્યો હતો. સ્વરાજ માર્ચ દાંડીથી 254 કિમીનું અંતર કાપી અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચશે. જો સરકાર દાંડીથી સાબરમતી સુધીની ઉલટી પદયાત્રાથી પણ જાગૃત ન થાય તો સપ્ટેમ્બરમાં દિલ્હીમાં રાજઘાટ ખાતે સત્યાગ્રહ આરંભાશે.

READ ALSO

Related posts

SBIના ગ્રાહક ધ્યાન આપો! 1 ઓક્ટોમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

JIOનો 599 રૂપિયા વાળો શાનદાર પ્લાન, 100GB ડેટા સાથે ફ્રી ઓફર્સ અને બીજુ પણ ઘણુ બધુ

Arohi

ખુશખબર/ 2 લાખ વિદ્યાર્થીઓ માટે સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો, શૈક્ષણિક વર્ષ નહીં થાય બરબાદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!