GSTV

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

સરહદની નજીક તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ચીનના મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ નિર્માણની વાત પર ભારત સાવધ થઈ ગયું છે. ભારત સરહદો પર મજબૂત રોડ નેટવર્ક ઊભું કરવાની શૃંખલામાં બ્રહ્મપુત્ર નદી પર દેશનો સૌથી લાંબો પુલ બનાવવા જઈ રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેના નિર્માણની મંજૂરી આપી દીધી છે. સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે એક પુલ વિશાળ ટ્રાન્સ-એશિયન કોરિડોર એક મોટી લિંક હશે જે વિયેતનામમાં ડેન નંગની સાથે, ભૂતાન અને પૂર્વોત્તર ભારતને જોડવાનું કામ કરશે. તેનાથી ચીનની ચિંતામાં વધારો થઈ શકે છે. 

આ વિશાળ પરિયોજના ભારત અને જાપાન વચ્ચે વધતી રણનીતિક ભાગીદારીને પ્રદર્શિત કરશે. આ પરિયોજના ક્ષેત્રમાં ચીનના અતિક્રમણનો જવાબ હશે. ભારતની આ મહત્વાકાંક્ષી પરિયોજના ઘણા આસિયાન દેશો ખાસ કરીને મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા અને લાઓસને મજબૂતી આપશે. આસામથી મેઘાલયને જોડનારા આ પુલની લંબાઈ 19 કિલોમીટર જણાવવામાં આવી રહી છે. પુલ બનવાથી આસામના ધુબરીથી મેઘાલયનું ફુલબારી જોડાઈ જશે. એટલું જ નહીં તેનાથી ત્રિપુરા, બરાક વેલી વગેરે ક્ષેત્રમાં અવર-જવર સરળ થઈ જશે. 

હકીકતમાં ચીનના બ્રહ્મપુત્ર નદીના એક ભાગ પર બંધ બનાવવાના સમાચારો સામે આવ્યા બાદ ભારત ખુબ સતર્ક થઈ ગયું છે. ચીનની પરિયોજનાના જવાબ માટે ભારત બ્રહ્મપુત્ર નદી પર અરૂણાચલ પ્રદેશમાં 10 ગીગાવોટનો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. બ્રહ્મપુત્ર નદી જેને ચીનમાં યારલુંગ ત્સાંગબોના નામથી ઓળખવામાં આવે છે. તે તિબેટથી નિકળીને અરૂણાચલ પ્રદેશ અને અસમ થતા બાંગ્લાદેશ સુધી જાય છે. ચીનના બાંધ બનાવવાથી ભારતીય વિસ્તારમાં પૂરની આશંકા વધી ગઈ છે. 

આજ કારણ છે કે ચીનના બાંધથી ઉત્પન્ન પ્રભાવને ઓછો કરવા માટે ભારતે પણ અરૂણાચલમાં એક મોટો બાંધ બનાવવો પડશે. ભારત તેના પર નિર્ણય લઈ ચુક્યું છે. આ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, બ્રહ્મપુત્ર મામલાને લઈને ભારત સાવચેત છે. ભારતીય વિદેશ મંત્રાલયે ચીનને તે નક્કી કરવાનું કહ્યું કે, અપસ્ટ્રીમ ક્ષેત્રોમાં ગતિવિધિઓથી ડાઉનસ્ટ્રીમ રાજ્યોના હિતોને ઈજા ન પહોંચવી જોઈએ. અમારી વાત પર ચીની પક્ષ પહેલા ઘણી તકે માહિતગાર કરાવી ચુક્યું છે કે તે માત્ર નદી જળ વિદ્યુત પરિયોજનાનું સંચાલન કરી રહ્યું છે. તેમાં બ્રહ્મપુત્રના પાણીનું ડાયવર્ઝન સામેલ નથી.

READ ALSO

Related posts

સુરત: બુટલેગર સજ્જને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

Pritesh Mehta

છેલ્લા 5 મહિનામાં 32 રિપોર્ટ છતાં કોરોના પોઝીટીવ છે મહિલાઃ 45 લિટર ઉકાળા પીધા પછીયે ન પડ્યો ફેર, ડોક્ટરો માટે બન્યો કોયડો

Karan

સલાહ! ક્રેડિટ કાર્ડનું બિલ ભરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, નહિતર થઇ શકે છે મોટું નુકસાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!