GSTV
India ટોપ સ્ટોરી

રાજસ્થાનમાં વસુંધરાને હરાવવાની આ કદાવર નેતામાં છે ક્ષમતા, કોંગ્રેસનો છે માસ્ટર સ્ટ્રોક

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સીએમ વસુંધરા રાજેની સામે પૂર્વ દિગ્ગજ ભાજપના નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને ઉત્તારીને કોંગ્રેસે મોટી રાજકીય રમત રમી છે. રાજે અને માનવેન્દ્રના આમને સામને આવવાથી ઝાલરાપાટન બેઠક પર ચૂંટણી મુકાબલો દિલચસ્પ બની ગયો છે. ત્યારે સૌ કોઇની નજર આ સીટ પર મંડાયેલી છે.

ભાજપના સંસ્થાપક સભ્યોમાંથી એક જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. ત્યારે કોંગ્રેસે તેમને ઝાલરાપાટન બેઠક પરથી સીએમ વસુંધરા રાજે સામે ટિકિટ આપતા આ બેઠક પર જોરદાર રાજકીય ટક્કરની સંભાવના છે. વસુંધરા રાજે પોતાની સત્તા બચાવવા માટે તમામ પ્રકારના જતનમાં લાગેલા છે. ત્યારે માનવેન્દ્ર સિંહ તેમને અહીં આકરી ટક્કર આપી શકે છે. આ બંને નેતાની શૈક્ષણીક અને તુલના કરીએ તો.

વસુંધરા રાજેની ઉંમર 68 વર્ષ છે. જ્યારે કે માનવેન્દ્ર સિંહની ઉંમર 54 વર્ષ છે. રાજેએ ઇકોનોમિક્સ એન્ડ પોલિટીકલ સાઇન્સમાં બીએ કર્યુ છે. જ્યારે કે માનવેન્દ્ર સિંહે એમએની ડિગ્રી મેળવી છે. વસુંધરા રાજે પાંચ વખત સાંસદ અને ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છ. જ્યારે કે માનવેન્દ્ર સિંહ એક વાર સાંસદ અને એક વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.

રાજે રાજસ્થાનની પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે. ભાજપમાં એક જનનેતા તરીકે તેમણે ઓળખ પ્રાપ્ત કરી છે. જ્યારે કે માનવેન્દ્ર સિંહ પોતાના પિતા અને ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહના પદચિન્હો પર ચાલતા પત્રકારત્વ છોડીને રાજનીતિમાં આવ્યા.

વસુંધરાએ 2003 અને 2013માં પ્રદેશ અધ્યક્ષ તરીકે જીત અપાવી. 2013માં રાજેના નેતૃત્વમાં ભાજપને 200માંથી 163 બેઠક પ્રાપ્ત થઇ. જ્યારે કે માનવેન્દ્ર સિંહ 1999માં બાડમેર-જેસલમેર બેઠક પરથી ચૂંટણી લડ્યા. પરંતુ હારી ગયા હતા. વસુંધરા રાજે વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચુક્યા છે. માનવેન્દ્ર સિંહ 2004માં બાડમેર-જેસલમેર બેઠક પરથી ફરી ચૂંટણી લડીને જીત્યા અને સાંસદ બન્યા.

રાજસ્થાનમાં વસુંધરા રાજેની લોકપ્રિયતા ઘણી વધુ છે. તેમ છતાં તેમને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. 2013માં માનવેન્દ્ર સિંહે બાડમેર જિલ્લાની શિયો વિધાનસભા બેઠક પરથી જીત મેળવી. પરંતુ ભાજપથી નારાજ થઇને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા.

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda
GSTV