GSTV

સરકાર જાગે/ ઓલિમ્પિકમાં ઇતિહાસ પણ ગુજરાતમાં નેશનલ પ્લેયર દીકરીએ ડેન્ગ્યુમાં ગુમાવ્યો જીવ, દેશમાં ઉજવણી પણ ગુજરાતમાં માતમ

Last Updated on August 5, 2021 by Vishvesh Dave

તંત્રના પાપે વકરેલા ડેન્ગ્યુ અને ડોકટરોની નિષ્કાળજીને કારણે દેશે વડોદરાની આશાસ્પદ બ્રોન્ઝ મેડલિસ્ટ નેશનલ પ્લેયર ને ગુમાવી છે. એક તરફ દેશની દીકરીઓ અને ખેલાડીઓ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી રહ્યા છે અને બીજી તરફ નેશનલ ખેલાડીઓ યોગ્ય સારવારની ઉણપ અને પાણી જન્ય રોગોથી જીવ ગુમાવે છે. શહેરના આજવા રોડ ખાતે યોગેશ્વર ટાઉનશીપમાં રહેતી 19 વર્ષીય સાક્ષી રાવલ જુડોની આશાસ્પદ ખેલાડી હતી. 19 વર્ષની ઉંમરે જ સાક્ષી રાવલે 2019 માં ઝારખંડમાં યોજાયેલી નેશનલ લેવલની કરાટેની સુરાશ કોમ્પિટિશનમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

થોડા દિવસો અગાઉ સાક્ષીને તાવ આવતા તેને નજીકની બે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તેની તબિયત વધુ લથડતા એસ.એસ.જી હોસ્પિટલ માં ખસેડાઇ હતી જ્યાં મગજ પર તાવ ચઢી જતા સાક્ષીનું મોત નીપજ્યું હતું. સાક્ષીને ડેન્ગ્યુના લક્ષણ હતા પરંતુ ખાનગી હોસ્પિટલમાં ટાઈફોડની સારવાર કરવામાં આવી તેથી ડોકટરોની નિષ્કાળજી અને મચ્છરજન્ય ડેન્ગ્યુથી જીવ ગુમાવ્યો હોવાનો આરોપ પરિવાર અને કોચ દ્વારા કરવામાં આવ્યો હતો.

પોતાની શિષ્યા અને નેશનલ લેવલની પ્લેયર ને ગુમાવનાર કોચ અને સાથી ખેલાડીઓ એ રડતી આંખે સરકારને પ્રાર્થના કરી છે કે કમ સે કમ દેશનું નામ રોશન કરનારા પ્લેયરને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને સાથે જ પાણીજન્ય અને મચ્છર જન્ય રોગો થી કોઈ મોતને ન ભેટે તેનું પણ તંત્ર ધ્યાન રાખે તે જરૂરી છે.

ALSO READ

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!