GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ભારતની તીસરી આંખ હવે અંતરિક્ષમાં, ચીન અને પાકની સરહદ પર રહેશે સીધી નજર

ઈસરોએ આજે બુધવારે દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ બપોરે 3.25 કલાકે RISAT-2BR1 સાથે ઉડાન ભરી. આ એક રડાર ઇમેજિંગ સર્વેલન્સ ઉપગ્રહ છે. તેનું વજન 628 કિલોગ્રામ છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા રોકેટ પોર્ટ લોંચિંગ સેન્ટરથી થઈ. RISAT-2BR1ને 576 કિલોમીટરની ક્ષમતામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહની ઉંમર પાંચ વર્ષ હશે. આ સાથે જ નવ વિદેશી ઉપગ્રહમાં અમેરિકાના મલ્ટિ મિશન લેમૂર-4 ઉપગ્રહ, ટેક્નોલોજી ડિમોસ્ટ્રેશિન ટાયવાક-0129, અર્થ ઈમેજિંગ 1હોપસેટસ, ઈઝરાયલના રિમોટ સેંસિગ ડુચિફટ-3 સામેલ છે.

ઉપગ્રહ ભારતીય સરહદોની સુરક્ષા માટે ખુબ ખાસ છે

તજજ્ઞોના મતે આ ઉપગ્રહ ભારતીય સરહદોની સુરક્ષા માટે ખુબ ખાસ છે. તેને ભારતની બીજી ખુફિયા આંખ કહેવામાં આવે છે. RISAT-2BR1 સેટેલાઈટના પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થયા બાદ ભારતની રડાર ઈમેજિંગ શક્તિ અનેક ગણી વધી જશે. તેની મદદથી ભારતીય સરહદો પર નજર અને તેની સુરક્ષાને અભેદ બનાવવાની પ્લાનિંગ સરળ થઈ જશે.

થોડીવારમાં જ તેની તસવીરો મળવાની શરૂ થઈ જશે.

આ ઉપગ્રહ પોતાની કક્ષામાં સ્થાપિત થયાની સાથે જ કામ કરવાનું શરૂ કરી દેશે અને થોડીવારમાં જ તેની તસવીરો મળવાની શરૂ થઈ જશે. આ ઉપગ્રહ કોઈ પણ ઋતુમાં સ્પષ્ટ તસવીર લઈ શકશે. વાદળની હાજરીમાં પણ તે દુશ્મનોની ગતિવિધિઓ પર ન બાજ નજર રાખશે. એટલું જ નહી તેનીથી કુદરતી આપત્તિઓમાં રાહત કાર્યમાં ખુબ મદદ મળશે. RISAT-2BR1નું ડિફેન્સ ઈન્ટેલિજેન્સ સેંસર ભારતમાં જ બનાવવામાં આવ્યું છે જેનાથી રાત્રે પણ તસવીરો લઈ શકાય છે.

સો કિલોમીટરના વિસ્તારની તસવીરો મોકલશે.


આ ઉપગ્રહ લગભગ સો કિલોમીટરના વિસ્તારની તસવીરો મોકલશે. તેના ખાસ કરીને સરહદ પારથી થતી ઘુસણખોરી રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. તેનાથી સરહદ પાર થઈ રહેલાં આતંકી કેમ્પની પણ જાણકારી મળી શકશે. PSLV સીરીઝના રોકેટથી થનારી આ 50મી લોન્ચિંગ છે. આ વખતે અમેરીકાના 6, ઈઝરાયલ, જાપાન અને ઈટલીના એક-એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!