GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ-કાશ્મિર પોલીસનાં સસ્પેન્ડ કરાયેલા ડિએસપી દેવિંદર સિંહ સહિત છ આરોપિયો વિરૂધ્ધ ચાર્જશિટ દાખલ કરી છે, કાશ્મિર ખીણમાં આતંકવાદીઓને સાથ આપતા પકડાયેલા દેવિંદર સિંહની જાન્યુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. દેવિંદર સિંહને આતંકવાદી નાવિદ બાબુ, રફિ અહેમદ રાથરને ભગાડવામાં મદદ કરતા પકડાઇ ગયા હતાં.

દેવિંદર સિંહ સહિત 6 વિરુદ્ધ ચાર્જ શિટ

એનઆઇએ એ કહ્યું કે દેવિંદર સિંહ નવી દિલ્હીમાં પાકિસ્તાનના ઉચ્ચાયોગના કેટલાક અધિકારીઓ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્કમાં હતો. એનઆઇએ એ આરોપ પત્રમાં લખ્યુ છે કે, પાકિસ્તાની અધિકારી સંવેદનશીલ જાણકારી મેળવવા માટે દેવિંદર સિંહને તૈયાર કરી રહ્યા હતાં. ચાર્જશીટમાં એનઆઇએ એ કહ્યું કે, પાકિસ્તાન દૂતાવાસના અધિકારી ઇરફાન શફી મીરના સતત સંપર્કમાં હતા, જે એક વકીલ હોવાનો દાવો કરે છે. તે જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી સેમીનાર યોજવા માટે પૈસા એકત્રીત કરતો હતો.

આરોપ પત્રમાં કહેવામા આવ્યું છે કે, મીર નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસથી નિર્દેશ અને પૈસા લેતો હતો. આરોપ પત્ર અનુસાર આરોપી હિજબુલ મુજાહિદીન અને પાકિસ્તાની રાજ્ય એજન્સીઓ તરફથી ભારત વિરૂદ્ધ હિંસક કાર્યવાહી કરવા માટે રચવામાં આવેલ ષડયંત્રનો ભાગ હતો.

READ ALSO

Related posts

લોકડાઉનમાં દાન આવતું બંધ થતા ગૌશાળાની હાલત કફોડી, સરકારે આંખ આડા કાન કરતા ગૌસેવકોએ આપી આંદોલનની ચીમકી

Nilesh Jethva

હિજરતી લોકો પરત ફરતાં દેશના આ શહેરોમાં કોરોનાનો કહેર વધ્યો, હવે કરવું શું ?

Dilip Patel

જે લોકો બીમાર દેખાતા નથી તે બીજાને કોરોનાનો ચેપ લગાવે છે, આ દેશે કર્યો ચોંકાવનારો અભ્યાસ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!