GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમિત શાહની આ રાષ્ટ્રીય તપાસ એજન્સીને મળ્યા સુપર પાવર, રાજ્યસભામાં પણ બિલ થઈ ગયું પાસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઇએ (NIA)ને વધુ સત્તા અને અધિકાર આપતું સંશોધન બિલ લોકસભામાંથી પસાર થાય બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. જે બીલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે.

આ બીલ પર પર ચર્ચા દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે બિલમાં સુધારાને જરૂરી ગણાવ્યા હતાં. ભારત સરકારનાં ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે સંસદ ગૃહે એનઆઇએની શાખ જાળવી રાખવી જોઇએ. એજન્સીની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવવા વ્યાજબી નથી. જો ગૃહ જ એજન્સી પર સવાલ ઉઠાવશે તો લોકો તેના પર કેવી રીતે ભરોસો કરશે.

વધુમાં અમિત શાહે એનઆઇએની કામગીરી વિશે વાત કરતા જણાંવ્યું કે, વર્ષ 2014-19 દરમ્યાન એનઆઇએ પાસે કુલ 195 કેસ આવ્યા. જે પૈકી 129 કેસમાં ચાર્જશીટ દાખલ થઇ છે, અને તેમાંથી 44 કેસમાં ચૂકાદો આવી ગયો છે.

લોકસભા ગૃહમાં અમિત શાહે સમજૌતા બ્લાસ્ટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કેસમાં ચાર્જશીટ યુપીએના શાસનમાં દાખલ થઇ હતી. સમજૌતા બ્લાસ્ટના દોષિતોને સજા ન મળી તો અમારી સરકારનો શું વાક તેવો પ્રશ્ન તેમણે પૂછ્યો. અમિત શાહે કહ્યું કે જેમના વિરૂદ્ધ કેસ થયો તેમના વિરૂદ્ધ કોઇ પૂરાવા નહોતા. ફક્ત રાજકીય ભાવનાથી પ્રેરાઇને કેસ કરવામાં આવ્યો હતો.

સમજૌતા બ્લાસ્ટમાં 7 લોકોની ધરપકડ કરાઇ હતી. પરંતુ બાદમાં તેને આતંકવાદ સાથે જોડવા માટે દોષિતોને છોડી નવા લોકોની ધરપકડ કરાઇ.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!