GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોદી સરકારને મળી મોટી સફળતા, મુસ્લિમ દેશોના શક્તિશાળી સંગઠનમાં ભારતને આમંત્રણ

મુસ્લિમ દેશોના શક્તિશાળી સંગઠન OICના વિદેશમંત્રીઓના ઉદ્ધાટન પૂર્ણ સત્રમાં ભારતને આમંત્રિત કરવામાં આવ્યું છે અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આગામી મહિને અબૂ ધાબીમાં તેમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે સામેલ થશે.

ઇસ્લામી સહયોગ સંગઠન(IOC)ની બેઠકમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે આમંત્રીત

વિદેશ મંત્રાલયે આ આમંત્રણને ભારતમાં 18.5 કરોડ મુસલમાનની હાજરી અને ઇસ્લામી જગતમાં ભારતના યોગદાનને માન્યતા આપનારુ એક સ્વાગત પગલું ગણાવ્યું છે. સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિત મુજબ ભારતને ઇસ્લામી સહયોગ સંગઠન(IOC)ની બેઠકમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. IOCની વિદેશમંત્રીઓની પરિષદનું 46મું સેશન 1 અને 2 માર્ચે અબૂ ધાબીમાં યોજાશે.

ભારતનો વિશ્વમાં દબદબો વધ્યો

વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. યુએનમાં પણ 15 દેશોએ પુલવામા આતંકી હુમલાને વખોડ્યો હતો. જેમાં ચીનનો વિરોધ છતાં ભારતે પોતાની મનમાની ચલાવી હતી. હુમલાના દિવસે જ 30 દેશોના રાજદૂતોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. આતંકી હુમલા બાદ અમેરિકા અને ઇઝરાયેલે તો ભારતની સાથે હોવાનો ખુલ્લેઆમ ટેકો જાહેર કરી દીધો હતો. આ એક મોટી ઘટના છે કે, ઇસ્લામિક સંગઠન ધરાવતા દેશોએ ભારતને આમંત્રિત કર્યું છે. આ દર્શાવે છે કે ભારતનું વલણ બદલાયું છે.

Related posts

બૈરૂત વિસ્ફોટ: 100 લોકોનાં મોત, 4000 ઘાયલ અને 2.50 લાખ લોકો ઘરો ગુમાવ્યા

Mansi Patel

કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરવા માંગ, વિપક્ષી નેતાઓએ ધરણા કરતા થઈ અટકાયત

pratik shah

ભારતમાં કોરોનાનું ખતરનાક મોજું બીજી વખત આવશે કે કેમ ? નિષ્ણાતો શું કહે છે તે જાણો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!