GSTV
Home » News » રાફેલ મામલો પેપર ચોરી થયા હોવાની તપાસ માટે ફ્રાંસ જશે IAFની ટીમ

રાફેલ મામલો પેપર ચોરી થયા હોવાની તપાસ માટે ફ્રાંસ જશે IAFની ટીમ

ફ્રાંસની રાજધાની પેરિસ સ્થિત ભારતીય વાયુસેનાની ઓફિસમાં ગયા રવિવારે અમુક લોકોએ ઘુસવાના પ્રયાસ કર્યા હતા. જેને લઈને હવે ભારતીય વાયુ સેના દ્વારા એક ફોરેન્સિક ટીમને ફ્રાંસ મોકલવાની તૈયારી શરૂ કરી દીધી છે. પેરિસ સ્થિત ઓફિસમાં થયેલી ઘુસપેઠ બાદ ભારતીય વાયુ સેના તપાસ કરવા માંગે છેકે, રાફેલ સબંધિત પેપરની ચોરી કે કોઈ કોપી તો કરાઈ નથી. આ ઓફિસ ભારત માટે 36 રાફેલના ફાઈટર્સ પ્લેનનાં ઉત્પાદનની દેખરેખ રાખી રહી છે. સૂત્રો મુજબ આ એક જાસૂસીનો મામલો છે.

અજાણ્યા લોકો પેરિસનાં ભારતીય વાયુસેનાની રાફેલ પરિયોજના પ્રબંધન ટીમની ઓફિસમાં ગેરકાયદેસર રીતે દાખલ થયા હતા.  ત્યારે સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. જોકે, શરૂઆતી આકલન મુજબ કોઈ ડેટા અને હાર્ડવેરને ચોરવામાં આવ્યુ નથી. ઉલ્લેખનીય છેકે, ફ્રાંસ સાથે સપ્ટેમ્બર 2016માં 36 રાફેલ વિમાનોની ખરીદી માટે 58,000 કરોડ રૂપિયાની ડીલ કરાઈ છે. આ કરાર સીધી રીતે બંને દેશોની સરકારની વચ્ચે થયો છે. ભારતને પહેલું રાફેલ વિમાન આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મળવાની સંભાવના છે.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!