વહેલી તકે દેશમાં નેશનલ હાઈવે અને એકસપ્રેસ–વે પર મેકસીમ સ્પીડ લિમિટ વધી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પોતાના મંત્રાલયના અધિકારીઓને વાહનોની મેકસીમ સ્પીડની લિમિટને વધારવા માટે કહ્યું છે. ગડકરીએ વિવિધ શ્રેણીના રસ્તાઓ માટે સ્પીડને ૨૦ કિમી પ્રતિ કલાક વધારવાની વાત કરી છે.

તેઓએ અધિકારીઓને નાના વિસ્તારોમાં નોટિફાઇડ સ્પીડ લિમિટમાં ચાર ફેરફાર કરવાના બદલે કેટલાંક વિસ્તારોમાં સ્પીડ લિમિટને એકપતા માટે એક મિકેનિઝમ બનાવવા માટે નિર્દેશ આપ્યો
વર્તમાન સમયમાં માર્ગ અને પરિવહન મંત્રાલય દ્રારા સૂચિત મેકસીમમ સ્પીડ લિમિટ કાર માટે નેશનલ હાઈવે પર ૧૦૦ કિમી પ્રતિ કલાક અને એકસપ્રેસ–વે પર ૧૨૦ કિમી પ્રતિ કલાક છે. પરંતુ રાય પોલીસ અને અન્ય એજન્સીઓ પાસે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા હાઈવે અને એકસપ્રેસ–વે પર સ્પીડ લિમિટ નક્કી કરવાનો અધિકાર છે. આ મુખ્ય કારણ છે કે નેશનલ હાઇવેના કેટલાંક વિસ્તારોમાં સ્પીડ લિમિટ અલગ અલગ રાયોમાં અલગ અલગ હોય છે.
ALSO READ
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી