GSTV

રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ, કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઇવે

દર વર્ષે નેશનલ હાઇવે ઓથોરિટીની એક જ રામાયણ છે. નેશનલ હાઇવે પર ખાડા પડે વાહન ચાલકો પરેશાન થાય છે. અકસ્માતો સર્જાય સામાન્ય વરસાદમાં જ હાઇવેની હાલત એવી બની જાય છે કે વાહન ચાલકોના વાહનો ખખડી જાય છે. જ્યારે મસમોટા ટેક્સ વસૂલવા છતા પણ રીપેરીંગના નામે દર વર્ષે લાખોનું આંધણ થાય છે અને પરિસ્થિતીની જેમની તેમજ બની રહે છે.

  • રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ !
  • કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઇવે
  • દર વર્ષે કરોડોનો ખર્ચ છતા પરિસ્થિતી નથી બદલાતી
  • નેશનલ હાઇવે ઓથોરિટીની ઊંઘ ક્યારે ઉડશે ?

કચ્છ અમદાવાદ પાલનપુર અને રાજસ્થાનના વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા છે. કેમકે આ કહેવાતા હાઇવે પર દર વર્ષે ચોમાસામાં દુશ્મન બને છે મસમોટા ખાડા. સામખિયાળીથી 261 કિલોમીટર પાલનપુર અને પાલનપુરથી રાજસ્થાનના સ્વરૂપગંજ નેશનલ હાઇવે પરથી પ્રતિદિન હજારો વાહનો પસાર થાય છે. જે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તગડો ટોલટેક્સ વસુલતી નેશનલ હાઇવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર બની છે.

રીનોવેશન નામે લાખો રૂપિયા વપરાય છે

પાલનપુરથી રાજસ્થાન અને સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારણકે નેશનલ હાઇવે પર મોટા પ્રમાણમા ગાબડા વાહન ચાલકો માટે અકસ્માતના ખાડા બની ગયા છે. પરિસ્થિતિ એ છે કે આ ખાડાને લીધે ઓવરટેક કરનાર વાહન ચાલક અકસ્માતને નોતરે છે ત્યારે બેદરકાર નેશનલ હાઇવે અથોરિટી પ્રત્યે વાહન ચાલકોનો ભારે રોષ છે અને માર્ગ દુરસ્ત કરવાની વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે. કચ્છના સામખીયાળીથી રાજસ્થાનના સ્વરૂપ ગંજ સુધીનો 337 કિલોમીટરનો નેશનલ હાઈવેનો માર્ગ ખરાબ થયો છે. લાખો રૂપિયાનો ટોલટેક્સ તો આ માર્ગ પર ઉઘરાવાય છે..પરંતુ માર્ગ પર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે દર વર્ષે આ ખાડા અને માર્ગ રીનોવેશન નામે લાખો રૂપિયા વપરાય છે.અને આ હાઇવે પર ગુણવત્તા વિહીન કામ થવાથી દર વર્ષે ચોમાસુ સામાન્ય વરસાદમાં ખાડા પડે છે

READ ALSO

Related posts

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

અમદાવાદ/ શહેરની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક વર્ષમાં ડ્રગ્સના અધધ 80 પાર્સલો જપ્ત, યુવાધનને કોણ દોરી રહ્યું છે ગેરમાર્ગે?

pratik shah

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!