નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કર્યા બાદ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી જોકે, બીજી તરફ કોંગ્રેસે આ અંગે નિંદા કરી છે. ખડગેની બપોરે 12.30 વાગ્યાથી સાંજની 8.30 વાગ્યા સુધી લગભગ પૂછપરછ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ કહે છે કે આ તો રાજકીય વેરની હદ છે. મળતી માહિતી મુજબ, EDએ મલ્લિકાર્જુન ખડગેને યંગ ઈન્ડિયનના ભૂતપૂર્વ કર્મચારીઓ, પગાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરી હતી.

આ અગાઉ ગુરુવારે ઈડીએ યંગ ઈન્ડિયનની ઓફિસની તપાસ કરી હતી. આ દરમિયાન EDએ કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ, નાણાકીય અને કાર્ય સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી. બીજી તરફ EDએ બુધવારે યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. EDએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ તપાસમાં સહકાર આપ્યો ન હતો જેના પછી ઓફિસને સીલ કરવી પડી હતી. આ કેસમાં ઇડીએ ખડગેને સમન્સ પાઠવ્યું હતું અને આજે તેના સંબંધમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ
નેશનલ હેરાલ્ડ અખબાર સ્વતંત્રતા પહેલાનું અખબાર છે. આ અખબારની શરૂઆત ઈન્દિરા ગાંધીના પિતા અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 1938માં કરી હતી. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ નામની કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ કંપનીની સ્થાપના 1937માં થઈ હતી અને નેહરુ ઉપરાંત 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ તેના શેરહોલ્ડરો હતા. આ કંપની વધુ બે દૈનિક અખબારો પ્રકાશિત કરતી હતી. હિન્દીમાં ઉર્દૂ કૌમી અવાજ અને હિન્દીમાં નવજીવન. આ કંપની કોઈ એક વ્યક્તિના નામે ન હતી.
તમને જણાવી દઈએ કે 2008માં નેશનલ હેરાલ્ડ બંધ થઈ રહ્યું હતું ત્યાં સુધીમાં કોંગ્રેસનું એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર 90 કરોડ રૂપિયાનું દેવું હતું. આ લોન ફરીથી અખબાર ચલાવવા માટે આપવામાં આવી હતી. પરંતુ અખબારનું ઓપરેશન શક્ય બન્યું ન હતું. અને AJL આ દેવું કોંગ્રેસને પાછું ચૂકવી શક્યું નથી.
આ પછી, 26 ફેબ્રુઆરી 2011ના રોજ, કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની રૂ. 90 કરોડની જવાબદારીઓ સંભાળી લીધી. મતલબ કે પાર્ટીએ તેને 90 કરોડની લોન આપી હતી.
READ ALSO:
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી