GSTV
Home » News » નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તમિલનાડુ સરકારને વેદાંત ગ્રુપના સ્ટરલાટ કોપરને લઈને નોટિસ મોકલી

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તમિલનાડુ સરકારને વેદાંત ગ્રુપના સ્ટરલાટ કોપરને લઈને નોટિસ મોકલી

વેદાંત ગ્રુપના સ્ટરલાટ કોપરને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તમિલનાડુ સરકારને નોટિસ મોકલી છે. કંટ્રોલ બોર્ડને નોટિસ જાહેર કરીને દશ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જો કે તમિલનાડુ સરકારના સ્ટરલાઈટ કોપરને બંધ કરવાના નિર્ણય પર કોર્ટે વેદાંતા ગ્રુપને કોઈ સ્ટે આપ્યો નથી. વેદાંતા ગ્રુપ તરફથી લગભગ અડધો ડઝન અપીલ તમિલનાડુ સરકારના નિર્ણયને લઈને એનજીટીમાં કરવામાં વી છે. તમિલનાડુ સરકારે એનજીટીમાં પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે વેદાંતા ગ્રુપની અપીલમાં કોઈ દમ નથી અને અપીલ પર સુનાવણી થવી જોઈએ નહીં.

વેદાંતા ગ્રુપે એનજીટીને જણાવ્યુ હતુ કે તમિલનાડુ સરકારે કોઈપણ પક્ષ સાંભળ્યા વગર સ્ટરલાઈટ કોપર એકદમ બંધ કરી દીધી છે. એનજીટીએ કહ્યું છે કે તેઓ સરકારના નિર્ણય પર તો કંપનીને કોઈ સ્ટે આપશે નહીં. પરંતુ વેદાંતા ગ્રુપની સુનાવણીનો પુરો મોકો કોર્ટ આપવા માટે તૈયાર છે. આ મામલે આગામી સુનાવણી 18 જુલાઈએ હાથ ધરાશે. આ યુનિટની સામે મહિનાઓ સુધી ચાલેલા દેખાવોમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ ત્રણ ડઝન જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. કોપર ફેક્ટરીથી પ્રદૂષણના કારણે ગ્રાઉન્ડ વોટર દૂષિત થઈ રહ્યા છે. જેને કારણે પીવાના પાણીની આસાપાસના વિસ્તારોમાં સમસ્યા પેદા થઈ છે. પ્રદૂષણને કારણે આરોગ્યલક્ષી ગંભીર સમસ્યાઓ પેદા થઈ છે. માર્ચ-2013માં ગેસ લીકનો સામે આવ્યા બાદ પણ તત્કાલિન મુખ્યપ્રધાન જે. જયલલિતાએ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

PoK ભારતનું અભિન્ન અંગ છે,પાકિસ્તાની સેનાએ પીઓકે ખાલી કરી દેવું જોઇએ: આ નેતાનું બયાન

Riyaz Parmar

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!