દેશમાં ટૂંક સમયમાં રૂપિયા-પૈસાની સૂરત બદલાશે. આગામી સમયમાં માત્ર 50 રૂપિયાની નોટ જ નહી પરંતુ દરેક નાની-મોટી નોટ અને સિક્કાઓને નવી ડિઝાઇનની સાથે લાવવાની તૈયારીમાં છે. એક રિપોર્ટ અનુસાર, આ માટે રિઝર્વ બેંકને વિત્ત મંત્રાલય તરફથી લીલી ઝંડી મળી ગઇ છે.
રિપોર્ટ અનુસાર, 100,20,10 અને 1 રૂપિયાની નોટની નવી ડિઝાઇન આવશે અને ફરી એક વખત 1000 રૂપિયાની નોટ આવવાની સંભાવના પણ છે. નોટ જ નહી, પરંતુ સિક્કાને પણ નવા રૂપમાં લાવવાની તૈયારી છે. નવી નોટની સાઇઝ હાલની નોટો કરતા નાની હશે. સિક્કોના આકારમાં પણ બદલાવ આવશે.
સૂત્રોનુસાર, નવી નોટની પ્રિન્ટિંગમાં વધારે સારા મટિરિયલની ઉપયોગ કરવામાં આવશે, જેથી નોટ લાંબો સમય સુધી ટકી શકે. સૂત્રોનુસાર પ્લાસ્ટિકની નોટ પર હાલમાં ટ્રાયલ ચાલી રહ્યુ છે.નવી નોટ આ વિત્ત વર્ષના અંત સુધીમાં આવી જશે, જ્યારે 200 રૂપિયાની નોટ દિવાળી સુધી આવવાની સંભાવના છે.