GSTV

જમ્મૂ-કાશ્મીરમાં સોમવારથી ખૂલશે બધીજ સ્કૂલ-કોલેજો, સરકારી ઓફિસોમાં કામકાજ શરૂ

જમ્મૂ-કાશ્મીર સરકારનું સચિવાલય અને અન્ય કાર્યાલયોમાં સોમવારથી કામકાજ શરૂ થઈ જશે. જ્યારે સામાન્ય લોકો પર લાગેલો પ્રતિબંધમાં ઢીલ શુક્રવારની નમાઝ બાદની સ્થિતી પર નિર્ભર કરશે. અહેવાલ મુજબ, રાજ્ય પ્રશાસને પ્રદેશની દરેક સ્કૂલ-કોલેજો અને સરકારી ઓફિસોને સોમવારથી ખોલવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે સૂત્રો મુજબ સરકારી કાર્યાલય અને સચિવાલયમાં શુક્રવારથી કામકાજ શરૂ થઈ જશે. રાજભવનના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુકે, સરકાર શુક્રવારની નમાઝ દરમ્યાન પરિસ્થિતી પર નજર રાખશે અને તેના આધારે લોકો પર લગાવેલાં પ્રતિબંધમાં ઢીલ આપવા પર વિચાર કરશે.

ઉલ્લેખનીય છેકે, ઘાટીમાં સ્વતંત્રતા દિવસનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો અને આ દરમ્યાન કોઈ પણઅપ્રિય ઘટનાના સમાચાર આવ્યા ન હતા. જમ્મૂ-કાશ્મીર પ્રશાસનના મુખ્ય સચિવ રોહિત કંસલે જણાવ્યુ હતુકે, શ્રીનગર પહેલાંથી જ રાત્રિકાલીન સેવા આપવાની ક્ષમતા રાખનારું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને ખુશીની વાત એ છેકે, ગુરૂવારથી જ અહીં સેવા શરૂ કરી દેવામાં આવી છે.

પ્રશાસન દ્વારા આપવામાં આવેલી અખબારી પ્રકાશન મુજબ, બડગામ,પુલવામા, અવંતિપોરા, ત્રાલ, ગંદેરબલ, કુલગામ, બારામુલા, શોપિયાં, અનંતનાગ અને બાંદીપોરામાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ હતુકે, સશસ્ત્ર બળોની સતત કાર્યવાહીને કારણે આતંકવાદીઓએ હાર માની લીધી છે.

જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ અહીં પહેલીવાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. મલિકે ગુરૂવારે શ્રીનગરનાં શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. ધ્વજારોહણ બાદ તેમણે અર્ધસૈનિક બળો અને જમ્મૂ-કાશ્મીર પોલીસની પરેડનું નિરીક્ષણ કર્યુ, બાદમાં કાર્યક્રમવે સંબોધિત કરતાં રાજ્યપાલે કહ્યુકે, કેન્દ્રનાં નિર્ણય બાદ લોકોએ પોતાની ઓળખને લઈને ચિંતા કરવાની જરૂર નથી.

READ ALSO

Related posts

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur

અમે તો રાહુલ ગાંધીની સલાહ પર થઈ ગયા હતા એલર્ટ : કરી દીધા વખાણ, આ રાજ્યમાં છે માત્ર 18 કેસ

Pravin Makwana

શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં ગયા કિંગ અને પ્રિંસ સલમાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!