GSTV

આ સરકારી સ્કીમમાં જમા કરાઓ માત્ર 250 રૂ. ને તમારી દીકરીને બનાઓ લાખોપતિ, જાણો કઇ રીતે

Baroda

દીકરી સદાય આપણા બધાના ઘરનું ગૌરવ છે. આંગણું હંમેશા એમની ખુશીથી ખીલી ઉઠે છે. આજે રવિવારના રોજ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ છે. અત્રે નોંધનીય છે કે, ભારત સરકારે વર્ષ 2008માં રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી શરૂ કરી હતી. જો તમારા ઘરમાં તમારી એક નાની બાળકી છે, તો ભારત સરકારની એક અદભુત યોજના તમારા માટે જ છે. મોદી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY) ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજના અંતર્ગત દીકરીઓના સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ્સ (Sukanya Samriddhi Accounts) પોસ્ટ ઑફિસની સૌથી વધારે વળતર આપનારી સ્કીમ છે. આ સ્કીમમાં માત્ર એકાઉન્ટ ખોલવા માટે 250 રૂપિયાની જરૂર પડશે અને બાદમાં વળતર રૂપે લાખો રૂપિયા મેળવી શકશો.

સુકન્યા સ્કીમ પર હાલનો વ્યાજ દર 7.6 ટકા

સુકન્યા સ્કીમ પર હાલનો વ્યાજ દર 7.6 ટકા છે. કોઈ પણ પોસ્ટ ઑફિસની યોજનામાં આટલું વધારે વ્યાજ નથી મળતું. પોસ્ટ ઑફિસ ઉપરાંત આ સ્કીમનો ફાયદો સરકારી કે ખાનગી બેંક અને અન્ય સરકારી યોજના હેઠળ પણ આ યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજના વિશે મહત્વની બાબત એ છે કે તેની પરિપક્વતા 21 વર્ષ હોય, પરંતુ માતા-પિતાએ ફક્ત 14 વર્ષનું જ રોકાણ કરવાનું હોય છે.

ખાતું ખોલવા માટે 250 રૂપિયા પૂરતા

આ યોજનામાં તમારા દ્વારા જેટલી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે, તે પરિપક્વતા પર તમને ત્રણ ગણો નફો મળશે. આ યોજના દ્વારા વાર્ષિક 7.6 ટકાના દરે રૂ. 64 લાખ સુધીની રકમ એકત્ર કરી શકાય છે. વર્ષ 2014માં છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ દિકરીઓના શિક્ષણ અને તેમના લગ્નના ખર્ચને સરળતાથી પૂરા કરવાનો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ખોલવા માટે 250 રૂપિયા પૂરતા છે. એકાઉન્ટ્સ ખોલવા માટે, પોસ્ટ ઑફિસ પર જઇને ફોર્મ લેવાનું રહેશે. એ માટે પુત્રીનું જન્મ પ્રમાણપત્ર આવશ્યક છે. માતા-પિતાના આઈડી પ્રૂફ પણ જરૂરી છે. જેની અંદર પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ કોઈ પણ દસ્તાવેજો સાથે જોડી શકાય છે. આ સાથે સરનામાંના પુરાવા માટે માતા-પિતાએ ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ અથવા રેશનકાર્ડ પણ માન્ય છે.

money

બેંક અથવા પોસ્ટ ઑફિસ દ્વારા તમારા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તમારું એકાઉન્ટ ખોલવામાં આવશે. એકાઉન્ટ ખોલ્યા બાદ ખાતાધારકને પાસબુક પણ આપવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછાં 250 રૂપિયા જમા થઈ શકે છે. અગાઉ વાર્ષિક માસિક થાપણ 1000 રૂપિયા હતી. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછાં 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

ત્રણ ગણો નફો મળશે

હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પરનો વ્યાજ દર 7.6 ટકા છે. જેમાં વાર્ષિક 1.50 લાખ રૂપિયા જમા કરવાના રહેશે. જો આ વ્યાજ દર યથાવત રહે છે અને 14 વર્ષ સુધી તમે દર મહિને 1.50 લાખ રૂપિયા જમા કરો છો. તો 14 વર્ષ સુધી રૂ. 1.50 લાખના વાર્ષિક રોકાણ પરના તમારી તરફનું કુલ યોગદાન 21 લાખ રૂપિયા હશે. વાર્ષિક 7.6 ટકાના સંયોજન મુજબ, આ રકમ રૂ. 37,98,225 થઇ જશે. જ્યાર બાદ 7 વર્ષ સુધી આ રકમ વાર્ષિક કમ્પાઉન્ડિંગ 7.6 ટકાના હિસાબે રિટર્ન મળશે. 21 વર્ષ એટલે કે પરિપક્વતા પર આ રકમ લગભગ 63,42,589 રૂપિયા હશે.

કઈ ઉંમરથી દીકરી ખાતાને ઓપરેટ કરી શકશે

પુત્રીને અગાઉ 10 વર્ષની ઉંમરેથી જ ખાતું ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નવા નિયમો અનુસાર પુત્રી જ્યારે તે 18 વર્ષની હશે ત્યારે જ તે ખાતું ઓપરેટ કરી શકશે. ત્યાં સુધી માતા-પિતા આ એકાઉન્ટને ઓપરેટ કરશે. પુત્રી 18 વર્ષની થઈ ગયા બાદ તે બેંક કે પોસ્ટ ઑફિસમાં આવશ્યક દસ્તાવેજ જમા કરાવવાના રહેશે કે જ્યાં તેના એકાઉન્ટ ખુલ્લા હોય.

ક્યારે પૈસા નીકાળી શકો છો?

પુત્રી 18 વર્ષની થાય તે પહેલાં આપ પૈસા નહીં નીકાળી શકો. તેના 21 વર્ષના થવા પર એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. પુત્રીના 18 વર્ષ પૂર્ણ કર્યા બાદ આપને આંશિક ઉપાડની સુવિધા મળે છે. અર્થાત આપ ખાતામાં જમા રકમના 50 ટકા જ ઉપાડી શકો છો. જો કે દુર્ભાગ્યથી જો બાળકીનું મૃત્યુ થઇ જાય છે તો તે એકાઉન્ટ તુરંત બંધ થઇ જશે. આવા મામલામાં એકાઉન્ટમાં પડેલી રકમ માતા-પિતાને આપી દેવામાં આવશે.

READ ALSO :

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!