GSTV
Sports Trending

નેશનલ ગેમ્સ / મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ, શાનદાર પ્રદર્શન યથાવત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા મોદી સ્ટેડિયમથી 36મા નેશનલ ગેમ્સનો રંગારંગ આરંભ કરાવ્યો છે. ત્યારે આજે નેશનલ ગેમ્સમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શાનદાર શરૂઆત કરી છે. મીરાબાઈએ નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. મણિપુરનું નેતૃત્વ કરી રહ્યા છે. નોંધનીય છે કે, મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે નેશનલ ગેમ્સ 2022માં પણ ગોલ્ડ જીત્યો હતો. મીરાબાઈએ 49 કિલોગ્રામ મહિલા વર્ગમાં આ મેડલ જીત્યો હતો. જ્યારે સંજીતા ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. ઓડિશાની સ્નેહા સોરેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મીરાબાઈની વાત કરીએ તો તેણે 107 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો.

નોંધનીય છે કે મીરાબાઈએ અનેક અવસર પર દેશ માટે મેડલ જીત્યા છે. તેણે કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2015માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી તેણે 2017માં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈએ 2019માં પણ ગોલ્ડ જીત્યો હતો. તાજતેરમાં 2022માં બર્મિંગહામમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

READ ALSO

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV