નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં ચાલી રહેલી ટેબલ ટેનિસની સિંગલ્સ ઈવેન્ટમાં ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્ટાર હરમીત દેસાઈની સાથે દેશના ટોચના ખેલાડીઓ જી. સાથિયાન, શરથ કમલ અને મનિકા બત્રાએ વિજય મેળવતા આગેકૂચ કરી હતી. જ્યારે ગુજરાતના માનવ ઠક્કર અને ફિલઝાહ કાદરીની જોડીએ ટોચનો ક્રમાંક ધરાવતા સનિલ શેટ્ટી અને તેની પત્ની રીથ રિષ્યા ટેનિસનને ૧૧-૭, ૧૧-૮, ૧૧-૭થી હરાવીને મેજર અપસેટ સર્જતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ગુજરાતના ટોચના ખેલાડી હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સની ઈવેન્ટમાં તેલંગણાના મોહમ્મદ અલીને ૧૧-૪, ૧૧-૫, ૧૧-૬, ૧૧-૮ થી પરાજીત કર્યો હતો. જ્યારે માનવ ઠક્કરે ભારે સંઘર્ષ બાદ ઉત્તર પ્રદેશના સાર્થ મિશ્રા સામે ૧૧-૫, ૧૧-૬, ૧૧-૬, ૧૪-૧૬, ૧૧-૬થી જીત હાંસલ કરી હતી. જ્યારે શરથ કમલે મહારાષ્ટ્રના તરન્થ કોટિયનને ૪-૦થી હરાવ્યો હતો. જ્યારે જી. સાથિયાને ૪-૦થી હરિયાણાના વેસ્લી ડો રોસેરિયોની સામે જીત હાંસલ કરી હતી. ગુજરાતના માનુષ શાહે ૪-૦થી કર્ણાટકના કે.જે. આકાશને પરાજીત કર્યો હતો.

ટોચની મહિલા ખેલાડી મનિકા બત્રાએ તેલંગણાની જી.પ્રનીથાને ૩-૦થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે મૌમા દાસે ૪-૧થી તેલંગણાની વરુની જયસ્વાલને પરાસ્ત કરી હતી.
ગુજરાતની કૃત્વિકા સિન્હા રોય અને માનુષ શાહની જોડીએ ૧૧-૧, ૧૧-૪, ૧૧-૭થી જુબીન શંકર અને રિતી શંકરને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે હરમીત દેસાઈ અને ફ્રેનાઝ છિપીયાનો ૧૦-૧૨, ૮-૧૧, ૫-૧૧થી આકાશ પાલ અને પ્રાપ્તિ સેન સામે પરાજય થયો હતો. કૃત્વિકા અને ફ્રેનાઝની જોડીએ વિમેન્સ ડબલ્સમાં આગેકૂચ કરી હતી. જોકે ફિલઝાહ અને કૌશા ભૈરપુરે ડબલ્સમાં હારતા બહાર ફેંકાયા હતા. સિંગલ્સમાં પણ કૌશા અને પ્રાર્થના પરમારને પરાજયનો સામનો કરવો પડયો હતો.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ